રાજકોટ અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદરના અધ્યક્ષ સ્થાને મહેર સમાજ રાજકોટ નું સ્નહે મિલન યોજાયું.વિશાળ સઁખ્યામાં જ્ઞાતજનોની ઉપસ્થિતિ.
મહેર સમાજના સારા માર્ક સાથે પાસ થયેલા તારલાઓ, રાજકોટના અધિકારીઓ, કર્મચારીઓનું થયું સન્માન
ગોસા(ઘેડ)તા.૨૭/૧૧
/૨૦૨૪
સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા સવંત ૨૦૮૧ કારતક વદ આઠમ ને શનિવાર તા. ૨૩/૧૧/૨૦૨૪ ના રોજ ક્રાઈસ્ટ કોલોજ ની સામે, મુજકો ચોકડી, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી જીવાભાઈ છગનભાઈ પરમાર મહેર સમાજ ખાતે રાજકોટમાં અધિક કલેટર પોસ્ટ પર ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ વદર ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ડી.વાય.એસ.પી.મુળુભાઈ ગોઢા ણીયાએ પ્રમુખ પદ શોભાવ્યું હતું.
મહેર સમાજના લોકો સૌ એક બીજને મળી શકે, ધંધા, નોકરીઓ અને જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા જ્ઞાતિજનો એક બીજાના નજીક આવે, સંપર્કમાં આવે, સમાજમાં એકતા અને પારિવારિક ભાવના વધુ બળવતર બને અને નૂતન નવલા વર્ષની અરસ પરસ શુભેચ્છાઓ એક જ સ્થળે પાઠવી શકે તેવા શુભ આશય થી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવંત ૨૦૮૧ના નવલા વર્ષ ના સ્નેહ મિલન ના કાર્યક્રમની શુભ શરૂઆત મહેર સમાજ ના વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ની ઉપસ્થિતમાં રાજકોટ ખાતેના અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદર, ડી. વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા તેમજ જ્ઞાતિજનો વડીલો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્નેહ મિલનનો શુભારંભ કરવામાં આવેલ.
નૂતન વર્ષ સ્નેહ મિલન માં ઉપસ્થિત મહેર સમાજના જ્ઞાતિ ના વરિષ્ઠ આગેવાનોમાં અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદર, ડી. વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા, પરબતભાઇ ઓડેદરા,વિંઝા ભાઈ ઓડેદરા,ડો.લીલાભાઇ કડછા,અરજણભાઇ કેશવાલા જેઠાભાઈ ખૂટી,રામભાઈ ઓડેદરા,ભીમાભાઇ સુત્રેજા, આલાભાઈ ઓડેદરા, માલદેભાઈ ખિસ્તરિયા, કાનાભાઈ બાપોદરા, રણમાલ ભાઈ કડછા,રામભાઈ મોઢવાડીયા અશોકજી ઓડેદરા ભીમાભાઇ મોઢવાડિયા સહિતનાઓ એ નવું વર્ષ મહેર સમાજના સૌ જ્ઞાતિજનોને સુખ શાંતિ , આરોગ્ય મય,સમૃદ્ધિના શિખરો સર કરે તેમજ જ્ઞાતિભાવના વધુ બળવતર બને તેવી શુભકામના ઓ પાઠવી હતી.
આ પ્રસંગે સમસ્ત મહેર સમાજના અભ્યાસમાં સારા માર્ક સાથે ધોરણ-૧૦ અને ૧૨ પાસ થયેલા તેજસ્વી તારલાઓ, તેમજ સરકારી નોકરીયાતો, વર્ગ ૧ થી ૪ના આધિકારીઓ કે જે રાજકોટ માં નવી નિમણુંક પામેલા હોય, તેમજ બહારના સ્થળેથી બદલી થઈને રાજકોટમાં નિમણુંક પામેલા હોય તેઓનો સન્માન સમારંભ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદર, ડી. વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા, ધોરણ-૧૦ માં ૯૪. ૮૩ ટકા સાથે પાસ થનાર સુમી એ. કેશવાલા અને ૯૩.૮૮ ટકા સાથે પાસ થનાર નશીતા એમ. ઓડેદરા અને ૮૯ ટકા મેળવનાર રૂદ્રા. એલ. કડછાનું તેમજ ધોરણ ૧૨ માં ૮૬ ટકા મેળવનાર ભૂમિકા પરમાર અને ૮૨. ૮૩ ટકા મેળવનાર જય બી. ઓડેદરાનું તેમજ બીબીએ માં ૮૦ ટકા ઉપર પાસ થનાર દિવ્યા ડી. ઓડેદરાનું એન. એમએમ. એસ. જ્ઞાન સાધના બાલાચડી ની પરીક્ષા પાસ કરનાર વી. આર. રાણાવાયા તેમજ કર્મચારીમાં જિલ્લા ફેર બદલી માં તલાટી મંત્રી તરીકે મેટોડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં અંકિતાબેન એન. વિસાણા અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ માં પ્રવેશ મેળવનાર જીગર એ મ.ગોઢાણીયા સહીત નાઓનું મોમેન્ટો, શિલ્ડ આપી અગ્રણી જ્ઞાતિ આગેવાનોએ સન્માનિત કર્યા હતાં.
સન્માન સમારંભ ના કાર્યક્રમ બાદ સંગીત સંધ્યાના રાખેલા કર્યક્રમમાં જીતુભાઇ માકડ દ્વારા પ્રસ્તુત મ્યુઝીકલ ઓસ્કેસ્ટ્રા માં નવા જુના ફિલ્મી ગીતોનો લ્હાવો ઉપસ્થિત મહેર સમાજ જ્ઞાતિજનોએ માનભેર માણ્યો હતો. ત્યાર બાદ સાંજના ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો માટે સ્વરુચિ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. સ્નેહ મિલન ના સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન લીલાભાઇ કાડછા એ કર્યું હતું. જયારે કાર્યક્રમ ને સફળ બનાવાવ માટે સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા જાહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.