હળવદ તાલુકાનો 75 મો પ્રજાસત્તાક પર્વ હળવદના દેવીપુર ગામે યોજાયો
સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર હળવદ તાલુકો દેશભક્તિના રંગે રંગાયો છે ત્યારે હળવદના દેવીપુર ગામે મામલતદારના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ યોજાયો હતો જેમાં મામલતદાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, વલ્લભભાઈ પટેલ, દેવીપુર ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.