વેરાવળથી બનારસ સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સોમવાર થી પ્રારંભ ટિકિટ બુકિંગ રવિવારથી શરૂ
વેરાવળથી બનારસ સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સોમવારથી દોડશે
ટિકિટ બુકિંગ રવિવારથી શરૂ થશે
રેલ્વે બોર્ડે પશ્ચિમ રેલવે ભાવનગર મંડલના વેરાવળ સ્ટેશનથી બનારસ સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના નિર્દેશન હેઠળ વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેન 11 સપ્ટેમ્બર, 2023 થી દર સોમવારે વેરાવળ રેલવે સ્ટેશનથી બનારસ સુધી દોડાવવામાં આવશે. વેરાવળ-બનારસ ટ્રેનની શરૂઆતી ટ્રીપ (02945)ને માનનીય સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા કુંકાવાવ સ્ટેશનેથી લીલી ઝંડી બતાવશે ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-
વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12945) 11.09.2023 થી દર સોમવારે વેરાવળથી 04.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે મંગળવારે 14.35 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, બનારસ-વેરાવળ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12946) બનારસથી 13.09.2023 થી દર બુધવારે 07.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે ગુરુવારે 18.45 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ શામેલ હશે.
આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુંકાવાવ, ચીતલ, ખીજડીયા, લાઠી, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, શામગઢ, કોટા, ગંગાપુર સિટી, આગરા ફોર્ટ, ઇટાવા, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
ટ્રેન નંબર 02945 (ફક્ત પ્રારંભિક ટ્રીપ) માટેનું બુકિંગ 10.09.2023 (રવિવાર) થી અને ટ્રેન નંબર 12945 નિયમિત સાપ્તાહિક ટ્રેન માટે 13.09.2023 (બુધવાર) થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. તેવી યાદી માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે ભાવનગર મંડલની યાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.