14 વર્ષની સગીરાના અપહરણ અંગે ચામડીયા ખાટકીવાસના યુવાન સામે ગુનો દાખલ
શહેરના મોચી બજારમાં રહેતી 14 વર્ષની સગીરાના અપર્ણ અંગે ચામડીયા ખાટકીવાસમાં રહેતા રહેવાનું ઇરફાન યાસીન જસરાયા સામે એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ મોચી બજાર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા 14 વર્ષની દીકરીના પિતાએ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તારીખ 4/8/2024ની રાત્રે 3:00 વાગ્યા આસપાસ તેઓ ઘરે બધા સુતા હતા ત્યારે જાગીને જોયું તો તેમની 14 વર્ષની દીકરી જ્યાં સુધી હતી ત્યાં મળી આવી નહોતી.
જેથી આસપાસમાં તપાસ કરતા તે ક્યાંય મળી ન આવતા સગા સંબંધીઓમાં તપાસ કરી હતી. પરંતુ, તે ક્યાંય ન મળતા અગાઉ એમને આરોપી રેહાન ઉર્ફ ઈરફાન સામે શંકા હોય તેના ઘરે તપાસ કરતા રેહાન પણ મળી ન આવતા.
આ રેહાન 14 વર્ષની દીકરીને લગ્નની લાલચે કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી ગયો હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ આપતા એ. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપી અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.