તારીખ ૧૩ થી ૧૫ એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અસ્થિર વાતાવરણ – ગરમી માં વધુ વધારો તારીખ ૧૬/૧૭ એપ્રિલ ૨૦૨૪
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ ૧૧ થી ૧૭ એપ્રિલ ૨૦૨૪
આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. જોકે અમુક દિવસ પવન માં ફેર ફાર થશે એકાદ દિવસ નોર્થ માંથી તો એકાદ દિવસ દક્ષિણ માંથી ફૂંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજે ઝટકા ના પવનો ૨૦-૩૦ કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.
વાતાવરણ માં અસ્થિરતા વધશે તારીખ ૧૩ થી ૧૫ એપ્રિલ દરમિયાન જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટા ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન ૩૯°C ગણાય. તારીખ ૧૪ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા જે ૩૯°C થી ૪૨°C ની રેન્જ માં રહેશે. તારીખ ૧૫ થી તાપમાન ફરી વધવા ની શક્યતા જે ૪૦°C થી ૪૨°C ની રેન્જ માં રહેશે. તારીખ ૧૬/૧૭એપ્રિલ દરમિયાન ૪૧°C થી ૪૩°C ની રેન્જ માં રહેવાની શક્યતા. અમુક સેન્ટર ૪૩°C ક્રોસ કરવાની શક્યતા છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.