વિસાવદર શહેરમાં જોવા મળિયો પતંગ રસીકોનો અનોખો માહોલ.
વિસાવદર શહેરમાં જોવા મળિયો પતંગ રસીકોનો અનોખો માહોલ.
વિસાવદર
વિસાવદર શહેરમાં આજે ઉતરાયણના દિવસે અનોખો માહોલ જોવા મળિયો હતો. જેમાં નાના બાળકો, યુવાનો મહિલાઓ, વયોવૃદ્ધ વડીલો વગેરે આજે મકાનના ટેરેસ ઉપર સવારથી જ જોવા મળ્યા હતા. ટેરેસ ઉપર સંગીતના સથવારે લોકોએ ઉતરાયણનો આનંદ માણ્યો હતો. તો બીજી તરફ યુવાનોમાં પણ પતંગના દાવ પેચ લડાવવાનો ભારે મૂડ જોવા મળિયો હતો. આ સાથે સાથે યુવતીઓ અને મહિલાઓ પણ શિયાળાની તલ સાંકળી ખજૂર પતાશા વગેરે સાથે ઉતરાયણ લાભ છે. આ ઉતરાયણના પર્વ માં લોકો એક બીજાના રાગ દ્વેષ ભૂલી ભાઈચારા સાથે પતંગ ચાગાવવાનો આનંદ માણી રહ્યા છે.
વિશેષમાં નાના મોટા પક્ષીઓ પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ ના થાય તે માટે પણ પક્ષી પ્રેમી લોકો શહેરમાં સતત ધ્યાંન રાખી રહ્યા છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.