માળીયા હાટીના તારીખ 14/10/23 શનિવારના રોજ માળીયા હાટીના ખાતે સોમનાથ બાંદ્રા ટ્રેનનો સ્ટોપ મળતા લોકોમાં ખુશી
આગેવાનો , વેપારીઓ, અને ગ્રામજનો દ્વારા તા 14/10/ 23 શનિવારે 10:30 કલાકે માળીયા હાટીના કોર્ટચોક ખાતેથી શહેરના મુખ્ય માર્ગે વાજતે ગાજતે માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્વાગત કરવામાં આવશે
માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે
સોમનાથ બાંદ્રા અને બાંદ્રા સોમનાથ ટ્રેન નો સ્ટોપ મેળવવા માટે આ વિસ્તારના અને જૂનાગઢ જિલ્લાના સંસદ રાજેશ ચુડાસમા ને સોરઠ રેલ્વે હિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, 89 માંગરોળ માળીયા હાટીનાના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા , જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધના પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા, દેવજીભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા ધારદાર રજુઆત કરી હતી
આતકે જૂનાગઢ જીલ્લા સાંસદ રાજેશ ચુડાસમાએ આ ટ્રેન સ્ટોપ માટે સક્રિય પ્રયત્નો થી રેલવે મંત્રીને અને રેલવે બોર્ડ નવી દિલ્હીમાં ભાર પૂર્વક રજૂઆતો કરી હતી.
આ રજુઆત કેન્દ્ર સરકારે ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ સોમનાથ બાંદ્રા અને બાંદ્રા સોમનાથ ટ્રેનનો સ્ટોપ માળીયા હાટીના ખાતે તારીખ 14/10/2023ને શનિવારના રોજ બપોરે આશરે 12.15 કલાકે આ ટ્રેન માળીયા હાટીના રેલવે સ્ટેશને સ્ટોપ કરશે.
આ ટ્રેન નું સ્વાગત માટે જૂનાગઢ જીલ્લા ના સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્યભગવાનજીભાઈ કરગઠિયા સહિતના આગેવાનો દ્વારા આ ટ્રેન નું સ્વાગત કરવામાં આવશે. આ ટ્રેન ના સ્વાગત માં માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા એ ,આગેવાનો મોટી સંખ્યા માં હાજરી આપે તેવી યાદી મહેન્દ્રભાઈ ગાંધી તેમજ સરપંચ જીતુભાઇ સીસોદીયાની યાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.