‘Zomato’ હવે નવા નામે આળખાશે, કંપની ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત
નવી દિલ્હી, તા. 02 ઓગસ્ટ 2022 મંગળવારઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોનુ નુકસાન 2022ના પહેલા ત્રિમાસિકમાં ઓછુ થયુ છે. હવે કંપની પોતાના નેતૃત્વના સ્ટ્રક્ચર સહિત ઘણી વસ્તુમાં પરિવર્તન કરાવવાના પ્લાન પર કામ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં ઝોમેટોનુ મેનેજમેન્ટ એક પેરેન્ટ કંપની બનાવી શકે છે. કંપની હવે પોતાના દરેક બિઝનેસને ચલાવવા માટે અલગ-અલગ સીઈઓ રાખવાનુ આયોજન કરી રહી છે. હાલ ઝોમેટોની પાસે કુલ ચાર બ્રાન્ડ છે. આ કારણથી મેનેજમેન્ટ એક પેરેન્ટ કંપની બનીને તમામને ઓપરેટ કરવાનુ આયોજન કરી રહી છે.ઝોમેટોની પેરેન્ટ કંપનીનુ નામમીડિયા રિપોર્ટ અનુસાર ઝોમેટોના સંસ્થાપક અને સીઈઓ દીપિંદર ગોયલે કહ્યુ કે તેઓ એક એવી કંપની બનાવવાના પ્લાન પર કામ કરી રહ્યા છે, જ્યાં દરેક બિઝનેસને ચલાવવા માટે અમુક સીઈઓ હશે. તમામ એકબીજા સાથે મળીને કામ કરશે. દીપિંદર ગોયલ પેરેન્ટ કંપનીને રી-બ્રાન્ડ કરતા તેનુ નામ ઈટરનલ રાખી શકે છે. જોકે, સત્તાકીય રીતે કંપની તરફથી આ મુદ્દે કોઈ પણ પ્રકારનુ નિવેદન હજુ સુધી જાહેર કરાયુ નથી. ટૂંક સમયમાં થઈ શકે છે એલાનઝોમેટો, બ્લિંકિટ, હાઈપરપ્યોર, ફીડિંગ ઈન્ડિયા હાલ કંપનીની પાસે આ ચાર બ્રાન્ડ છે. હવે ઝોમેટોના સંસ્થાપક અને સીઈઓ દીપિંદર ગોયલ આ તમામ કંપનીઓને એક પેરેન્ટ કંપની હેઠળ લાવીને ઓપરેટ કરવા ઈચ્છે છે. ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપના સીઈઓએ જણાવ્યુ કે ઈટરનલ અત્યાર માટે એક ઈન્ટરનલ નામ રહેશે. ઝોમેટોનુ નામ બદલાશે નહીં. જાણકારી અનુસાર કંપનીએ આ નામનો ઉપયોગ પોતાની કંપનીની ઓફિસોની અંદર કરવાનુ શરૂ કરી દીધુ છે. ટૂંક સમયમાં જ આ તમામની સામે આવી જશે. ઝોમેટોનુ નુકસાન થયુ ઓછુએપ્રિલ-જૂન 2022 ત્રિમાસિકમાં ઝોમેટોનુ કંસૉલિડેટેડ નુકસાન ઘટીને 185.7 કરોડ રૂપિયા રહ્યુ છે. ગયા વર્ષના પહેલા ત્રિમાસિક દરમિયાન આ આંકડા 356.2 કરોડ રૂપિયા રહ્યુ હતુ. જૂન 2022 પહેલાના ત્રિમાસિકમાં ઝોમેટોને 359.7 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ હતુ. કંપનીના રેવન્યુમાં 67.44 ટકા નફો નોંધાયો છે. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોનો રેવન્યુ 844.4 કરોડ રૂપિયા રહ્યુ હતુ.ઝોમેટોના શેરમાં ઘટાડોજોકે, ઝોમેટોના શેરમાં આ વર્ષે ભારે ઘટાડો આવ્યો છે. ઝોમેટોના શેર આ વર્ષે 67 ટકા કરવા વધારે ઘટ્યા છે. વર્ષની શરૂઆતમાં 3 જાન્યુઆરી 2022એ ઝોમેટોના શેર 141.35 રૂપિયાના સ્તરે હતા. એક ઓગસ્ટ 2022એ આ 46.50 રૂપિયાના સ્તરે બંધ થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.