પાલિકા સત્તાધીશો ની દાનત હોય તો વિકાસ ની આંધળી દોટ માં પ્રાથમિક સુવિધા ખેડૂતો અને ખોડીયારનગર ને કાયમી રસ્તો ભૂલતા નહિ - At This Time

પાલિકા સત્તાધીશો ની દાનત હોય તો વિકાસ ની આંધળી દોટ માં પ્રાથમિક સુવિધા ખેડૂતો અને ખોડીયારનગર ને કાયમી રસ્તો ભૂલતા નહિ


પાલિકા સત્તાધીશો ની દાનત હોય તો

વિકાસ ની આંધળી દોટ માં પ્રાથમિક સુવિધા ખેડૂતો અને ખોડીયારનગર ને કાયમી રસ્તો ભૂલતા નહિ

દામનગર શહેર માં વિકાસ વિકાસ ની આંધળી દોટ માં પ્રાથમિક સુવિધા ભૂલી જતા નહિ સ્થાનિક ચૂંટણી માં પણ વચન અપાયું હતું કે ખેડૂતો ને ખોડિયારનગર ને કાયમી રસ્તો મળશે અને પાલિકા ના કાયદા માં કરોડો ના ખર્ચે કોમ્પ્લેક્ષ હોય તો પણ તેને ખરીદી પાડી ને પણ રસ્તો આકારવા રાજ્ય ના ખર્ચે આપવાની જોગવાઈ છે પણ સ્થાનિક સત્તાધીશો ની દાનત સાફ જોઈ એ વર્ષો થી ખોડીયારનગર અને ખેડૂતો ની કાયમી રસ્તા ની માંગ અંગે નેતા ઓનું કઈ ઉપજ નથી ? કે પછી દબાણદાર મતદારો ની લાજ કાઢવા માં આવે છે ? હજારો ના હીત ને જોખમ માં મૂકી ચાર પાંચ દબાણદારો ને રાજી ક્યાં સુધી રાખવાના દામનગર શહેર ના આંતરિક રસ્તા ઓની ક્યાં કોઈ મંજુરી લેવાની હોય ? સ્થાનિક ખેડૂત મહેશ નારોલા એ જાહેર રસ્તા અંગે શહેરી વિકાસ વિભાગ અને રેવન્યુ રેલવે સહિત સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી દામનગર ની આર્થિક પછાત વસાહત ખોડીયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો માટે સ્થળ સ્થિતિ દર્શાવતા અધારો સાથે રજુઆત કરી સાંસદ સુતરિયા અને ધારાસભ્ય ને પણ પત્ર પાઠવી પોતા ના મત વિસ્તાર માં લોકો ને પ્રાથમિક સુવિધા મળે તે માટે તેમની જવાબદારી છે અને ફરજ છે તેવો સણસણતો સવાલો સાથે મહેશ નારોલા એ ખોડીયારનગર અને ખેડૂતો ના પ્રશ્ને અસરકારક રજુઆત કરી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.