બોટાદ જિલ્લાનાં ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ - At This Time

બોટાદ જિલ્લાનાં ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ


વિદ્યાર્થીઓએ “દેશનાં વિકાસમાં કરીએ યોગદાન-હર હાલતમાં કરીએ મતદાન”, “મેરી શાન-વોટ કા નિશાન” સૂત્રો સહિતનાં રંગબેરંગી ચિત્રો બનાવ્યાં

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભરત વઢેર તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રભાતસિંહ મોરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે બોટાદ જિલ્લાની શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન માટેનાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે બોટાદની ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના ખોપાળા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “દેશનાં વિકાસમાં કરીએ યોગદાન-હર હાલતમાં કરીએ મતદાન”, “મેરી શાન-વોટ કા નિશાન”, “અપના અમુલ્ય વોટ દેકર બને દેશ કે ભવિષ્ય મેકર” જેવાં વિવિધ પોસ્ટર્સ તેમજ રંગબેરંગી ચિત્રો બનાવીને મતદાર જાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગામલોકોને લોકશાહીના "અવસર"માં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કર્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.