રાજકોટ ‘‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ’’ અભિયાન હેઠળ સગર્ભાઓની વિનામુલ્યે લેબોરેટરી તથા અલ્ટ્રા સોનોગ્રાફી તપાસ કરાઈ.
રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા ‘‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન” અમલમાં મુકવામાં આવ્યું છે. જેમાં માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવાના હેતુથી માતા અને બાળકને ઘર આંગણે વિનામુલ્યે સેવાઓ મળી રહે તે માટે જીલ્લાના તમામ ગામોમાં નકકી કરેલા ચોકકસ બુધવારે (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દર સોમવારે) મમતા દિવસ યોજવામાં આવે છે. જે અંતર્ગત સગર્ભાની વહેલી નોંધણી અને આરોગ્યની તપાસ, લેબોરેટરી તપાસ, ધનુરની રસી, આર્યન ફોલીક એસીડની ગોળીઓનો કોર્ષ, જે સગર્ભા બહેનોને સંભવિત પ્રસૂતિ થનાર છે. તેમની યાદી તૈયાર કરી દરેક સગર્ભા બહેન સાથે એક એક આરોગ્ય કર્મચારી જોડી બર્થ માઈક્રોપ્લાન તૈયાર કરી, દવાખાનામાં સંસ્થાકીય સુવાવડ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ સેવાઓ વિનામુલ્યે આપવામાં આવી રહી છે. આવી સેવાઓના ભાગરૂપે ગોંડલ તાલુકાનાં પાટીદળ ગામના ફીમેલ હેલ્થ વર્કર, આશા બહેન અને લેબોરેટરી ટેકનીશયન દ્વારા વાડી વિસ્તારમાં રહેતા કુલ ૧૦ સગર્ભાઓની પ્રા.આ.કેન્દ્ર ગોમટા ખાતે જરૂરી લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફી જેવી વધુ તપાસ માટે ગોંડલની હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. જીલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૧૫૧૨૬ સગર્ભાઓની નોંધણી કરવામાં આવેલ છે. જે તમામની જરૂરી લેબોરેટરી તપાસ કરવામાં આવેલ છે. જ્યારે ૨૬૯૬ સગર્ભાઓની અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફીની પણ તપાસ વિનામુલ્યે કરવવામાં આવી છે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.