અમરેલી જિલ્લા માં આડેધડ પવન ચક્કી સામે સ્થાનિકો દ્વારા વિરોધ. રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
અમરેલી જિલ્લા માં આડેધડ પવન ચક્કી સામે સ્થાનિકો દ્વારા વિરોધ.
રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
અમરેલી જિલ્લા માં આડેધડ પવન ચક્કી સામે વિરોધ રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે ભુપેન્દ્રભાઇ પટેલ, માન.મુખ્યમંત્રીશ્રી, (ગુ.રા.) ગાંધીનગર ને અમરેલી જિલ્લામાં આડેધડ પવનચકકી ઉભી કરવાનાં વિરોધ બાબતે જણાવ્યું છે કે તાજેતરમાં પવનચકકીઓનાં કારણે ગૌચર, જિલ્લા પંચાયત હસ્તકનાં રસ્તાઓ તળાવોમાં આડેધડ લાઇનો ઉભી કરીને પવનચકકી ઉભી કરનાર કંપની દ્વારા માથાભારે તત્વોને કોન્ટ્રાક્ટ આપીને સામાન્ય જનતાને ખુબ પરેશાની વધારી છે. સરકારી તંત્રની નાના-મોટી ભૃષ્ટનીતીઓનાં કારણે દિન-પ્રતિદિન પવનચક્રકીઓ મારફત માથાભારે તત્વોની રંજાડ વધતી જાય છે. પવનચકકીનાં માલીક દ્વારા સરકારની જુદી-જુદી યોજના તળે લાભ મેળવે છે અને કમાણી કરે છે તેમાંય તંત્રની મીલીભગતનાં કારણે ખેડુતોને પોતાનાં વાડી-ખેતરનાં રસ્તાઓને સરકારી યોજના તળેના રસ્તાઓ અને તળાવોને ભારે મોટી નુકશાની કરેલ છે તેનાં કારણે એનવાયરમેન્ટ ઉપર ભારે અસર થઈ રહેલ છે. ઇકોઝોન વિસ્તાર આવતો હોવા છતાં તેવા વિસ્તારોમાં પણ આડેધડ પવનચકકી ઉભી થતી જાય છે, સરકારી રસ્તો બનાવવો હોય તો પણ ઇકોઝોનમાં મંજુરી મળતી નથી તેવા વિસ્તારમાં તંત્રના આખમીચામણાનાં કારણે પવનચકકી આડેધડ ઉભી થતી જાય છે તેની સામે છેલ્લા ૧૦ વર્ષથી વિધાનસભામાં લેખીતમાં તેમજ તંત્રને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યા છતાપણ પરીણામ શૂન્ય રહેલ છે.
આટલી સતત રજુઆતોના કારણે તા.૧૬/૦૯/૨૦૨૩ નાં પ્રાંત અધિકારીશ્રી, લાઠી દ્વારા રસ્તાઓ તોડવા ઉપર અને પવનચકકીઓના કામ ઉપર મંજુરી સિવાય કામગીરી કરવા માટે મનાઇ હુકમ આપતો હુકમ કરેલ છે પરંતુ આ મનાઇ હુકમ માત્ર બાબરા તાલુકાને લાગુ પડતી હોઇ તેવું લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિ લાઠી તાલુકાનાં અનેક ગામોમાં પણ છે તેમાંય લાઠી તાલુકાનાં હરસુરપુર ગામે કોઇપણ જાતની પરવાનગી વગર માત્ર માથાભારે તત્વો દ્વારા દાદાગીરીથી પવનચકકી ઉભી કરવાની કાર્યવાહી ચાલી રહી છે તો તાત્કાલીક અસરથી નિયમ વિરૂધ્ધ થતી કાર્યવાહી માટે ઇકોઝોન અને સમગ્ર જિલ્લામાં કલેકટરશ્રી મારફત મનાઇ હુકમ ફરવાવવો જોઇએ તેવી લોકોની રજુઆતનાં અનુસંધાને પત્રથી રજુઆત કરી રહ્યો છું. પોલીસ તંત્ર દ્વારા પવનચકકીનાં કામ કરતા કોન્ટ્રાકટરોને મદદ કરાય છે તેનો પણ લોકોમાં ભારે રોષ ઉભો થાય છે તો આ બાબતે તુરત જ કડક કાર્યવાહી કરવા સુચનાં થવા વિનંતી કરતા પત્રો ડાયરેકટર જનરલ ઓફ પોલીસશ્રી, ગાંધીનગર તરફ અધિક મુખ્ય સચિવશ્રી, (મહેસુલ) ગાંધીનગર કલેકટરશ્રી અમરેલી સહિત ને પત્ર પાઠવી રજુઆત કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.