હાપા રેલ્વે યાર્ડ માંથીઈલેક્ટ્રીક લાઈન ના રૂ. ૧.૭૦ લાખ ના વાયર ની ચોરી કરનાર ત્રણ આરોપીઝડપાયા - At This Time

હાપા રેલ્વે યાર્ડ માંથીઈલેક્ટ્રીક લાઈન ના રૂ. ૧.૭૦ લાખ ના વાયર ની ચોરી કરનાર ત્રણ આરોપીઝડપાયા


હાપા રેલ્વે યાર્ડ માંથીઈલેક્ટ્રીક લાઈન ના રૂ. ૧.૭૦ લાખ ના વાયર ની ચોરી કરનાર ત્રણ આરોપીઝડપાયા

રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આર પી એફ ) સ્ટાફ દ્વારા હાપા રેલ્વે યાર્ડ માંથી રેલવે ઈલેક્ટ્રીક લાઈનના વાયરની ચોરી કરનાર ત્રણ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા, હાપા રેલ્વે સ્ટેશન યાર્ડ ની શન્ટીંગ લાઇન માંથી રૂ. ૧.૭૦ લાખ.ની કિંમત નાં વાયર નો ચોરી થવા પામી હતી. આ.અંગે રાજકોટ ના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘ ના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં આઈપીએફ હરિ પ્રકાશ વર્મા, આઈપીએફ-સીઆઈબી રાજકોટ ઋષિકાંત રાય અને ડિવિઝનલ ઇન્સ્પેક્ટર દીપક મરીચી ને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ.ટીમે મળેલી માહિતીના આધારે હાપા રેલ્વે કોલોની માં આઇ ઓ ડબલ્યુ ઓફિસની પાછળ આવેલા ગટરમાં રેલવે ના છુપાયેલા વાયર શોધી કાઢ્યા હતા અને એક આરોપી ની ધરપકડ કરી હતી. તેની સઘન પૂછપરછ બાદ વધુ બે આરોપી ઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેઓને પણ આરપીએફના સ્ટાફે ઝડપ્યા હતાં.

આ.ત્રણેય આરોપીઓ ની પૂછપરછ દરમિયા ચોરી અંગે કબુલાત કરી હતી કબુલ્યું હતું અને તેણે ચોરવા વાયર ભંગાર માં વેચવાના ઈરાદા સાથે રેલ્વે કોલોની સ્થિત ગટરમાં સામગ્રી છુપાવી રાખ્યો હતો. પોલીસે રૂ. ૧.૭૦ લાખ ની કિંમત નો વાયર પણ કબ્જે કર્યો છે. અને ત્રણેય આરોપી ની ધરપકડ કરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.