ગઢડામા જીનનાકા વિસ્તારમાં સામાન્ય બાબતે એસ ટી બસના ડ્રાઈવર પર લોકોના ટોળાનો હુમલો – ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ
ગઢડામા જીનનાકા વિસ્તારમાં સામાન્ય બાબતે એસ ટી બસના ડ્રાઈવર પર લોકોના ટોળાનો હુમલો - ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ
ગઢડા એસ.ટી ડેપો ની બસ ભડલી ગામેથી પરત ફરતા ગઢડાના જીનનાકા વિસ્તારમાં એસ ટી બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થતા ૨૦ જેટલા લોકોએ ડ્રાઈવર ને મારમારતા ડ્રાઈવરને ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા એસ.ટી ડેપો મા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જગતસિહ ગોહિલ જે વિઘાથીઓને લઈને જસદણ તાલુકાના ભડલી ગામે ગયા હતા અને ભડલી ગામથી પરત ગઢડા આવતા હતા તે દરમ્યાન ગઢડા શહેરમા જીનનાકા વિસ્તારમાં એસ ટી બસ પહોચતા તૈયા બે લોકો મોટરસાઈકલ બસની વચ્ચે ઉભી રાખતા એસ ટી બસ ના ડ્રાઈવરે કારણ પૂછતાં બંને લોકો ડ્રાઈવર તેમજ મહિલા કંડકટર ને બિભત્સ ગાળો આપી બોલાચાલી કરતા હતા તેવામાં આજુબાજુ રહેતા અન્ય લોકો ૨૦ થી ૨૫ લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું અને એસ ટી બસ ના ડ્રાઈવરને ટોળાએ મારમારતા ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ જયારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરીયાદની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે
Report By Nikunj Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.