જિલ્લા પંચાયત ચોક પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવી નીકળેલા બાઈક ચાલક સામે ગુનો નોંધાયો - At This Time

જિલ્લા પંચાયત ચોક પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવી નીકળેલા બાઈક ચાલક સામે ગુનો નોંધાયો


ઈ-મેમોથી બચવા વાહનચાલકો બાઈકમાં નંબર પ્લેટ તોડી નાંખી અથવા ડુપ્લીકેટ લગાવી ફરતાં હોય છે. જે વાહનચાલકો સામે પોલીસ પણ મેદાને પડી છે અને જિલ્લા પંચાયત ચોક પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવી નીકળેલા બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ, કોન્સ્ટેબલ નરેશભાઈ નાનજીભાઈ, શક્તિભાઈ સહિતનો સ્ટાફ જિલ્લા પંચાયત ચોક પાસે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં વાહન ચેકિંગમાં હતાં તે દરમ્યાન એક શખ્સ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવી કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક તરફ જાહેર રોડ ઉપર આવતા તેને અટકાવી બાઈક આગળના ભાગે નંબર પ્લેટ જોતા 03 એલ.ઇ. 7235 વાળી હોય જે ખોટી હોવાની શંકા જણાતા બાઈક ચાલકનું નામ પુછતાં ખેમસિંઘ હોતીલાલ બધેલ (ઉ.વ.50),(રહે. રંગઉપવન સોસાયટી મકાન નં.33 હનુમાન મઢી ચોક પાસે) હોવાનું જણાવેલ હતું.
હાલ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અંગે સી.સી.ટી.વી. કેમેરા દ્રારા ઈ-ચલણ આપવાની પ્રક્રિયા ચાલુમાં હોય જેના દંડથી બચવા પોતાના વાહનના અસલ નંબર છુપાવવાના હેતુથી આર.ટી.ઓ. દ્રારા ફાળવામાં આવેલ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટના બદલે પોતાના વાહનના આગળના ભાગે ખોટી નંબર વાળી નંબર પ્લેટ લગાવી પોતે નંબર પ્લેટ ખોટી હોવા છતાં ખરા તરીકેનો ઉપયોગ કરી બાઈક ફેરવતા મળી આવતા કોન્સ્ટેબલ કાનાભાઈની ફરીયાદ પરથી બાઈક ચાલક ખેમસિંગ હોતિલાલ બધેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.