દબાણદાર ને તંત્ર ની મદદગારી નો અચરજ કિસ્સો. લાઠી તાલુકા પંચાયત નું વહીવટ તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલા ના તાળા મારશે ? - At This Time

દબાણદાર ને તંત્ર ની મદદગારી નો અચરજ કિસ્સો. લાઠી તાલુકા પંચાયત નું વહીવટ તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલા ના તાળા મારશે ?


દબાણદાર ને તંત્ર ની મદદગારી નો અચરજ કિસ્સો. લાઠી તાલુકા પંચાયત નું વહીવટ તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલા ના તાળા મારશે ?

લાઠી તાલુકા રામપર ગામે સરકારી જમીન ના દબાણદારે દબાણ રક્ષિત કરવા સરકાર ને પ્રતિવાદી બનાવી રામપર ગ્રામપંચાયત ને કાયદા થી સ્થાપિત પંચાયત અધિનિયન ૧૯૯૩ ની કલમ ૧૦૫ થી દબાણદૂર કરવા અધિકાર હોવા નું જાણતા દબાણદારે રામપર પંચાયત ની મહેરબાની થીજ જાહેર રસ્તા ની જમીન નું દબાણ કાયમી રીતે રક્ષિત રહે તેવા બદઇરાદે રામપર ગ્રામપંચાયત સામે નામદાર પ્રિન્સિપાલ સિવિલ જજસાહેબ લાઠી ની કોર્ટ માં રેગ્યુલર દિવાની દાવો નં ૨૪/૨૦૧૨ તા.૩૧/૦૮/૧૨ થી દાખલ કર્યો નામદાર કોર્ટ સમક્ષ ગત તા.૩૦.૦૫/૧૭ આ દાવો ચાલી જતા દબાણદાર વિરુદ્ધ હુકમ આવતા દબાણદાર અને રામપર ગ્રામ પંચાયત ની ગોઠવણ ઉંધી પડી વર્ષ ૨૦૧૭ માં રામપર ગ્રામ પંચાયત તરફ હુકમ થઈ આવતા રામપર પંચાયત કે તાલુકા પંચાયત કચેરી લાઠી તરફ થી કોઈ હુકમનામુ કેમ ન મેળવ્યું ? દબાણદૂર કરવા ની કોઈ દરકાર કેમ ન લેવાઈ ? દબાણદારે હુકમ માં પાંચ વર્ષ પછી વર્ષ ૨૦૧૭ ના લાઠી કોર્ટ ના હુકમ સામે વર્ષ ૨૦૨૩ માં અમરેલી કોર્ટ માં અપીલ કરી ત્યાં સુધી રામપર ગ્રામપંચાયત કે લાઠી તાલુકા પંચાયત તંત્ર શુ કરતું હતું ? હુકમ ની કોપી લાઠી કોર્ટ થી રામપર પહોંચતા પાંચ થયા હશે ? લાઠી કોર્ટ ના હુકમ ના પાંચ વર્ષ પછી નામદાર અમરેલી પ્રિન્સિપાલ સિવિલ કોર્ટે મુદત વીતી લિમિટેશન સમય મર્યાદા બહાર હોવા નું કારણ આપી અપીલ દાખલ નહિ કરતા વર્ષ ૨૦૨૩ થી કોઈ ન્યાયપાલિકા માં આ કેસ પેન્ડિગ કે અપીલ નથી
રહીરહી ને દબાણવાળી જમીન ની હુકુમત નક્કી કરવા નું નાટક કેમ? અત્યાર સુધી હુકુમત ન હોય તો કેસ ના કામે ખર્ચ કેમ કરાયો ? પંચાયત ની હુકુમત માં દબાણ ન હોય તો આટલા વર્ષ કેસ ના કામે સમય અને ખર્ચ કેમ બરબાદ કરાયો ? દબાણદાર ને રામપર પંચાયત અને લાઠી તાલુકા પંચાયત નું વહીવટી તંત્ર મદદગાર હોવા નું સર્વ વિદિત રેકર્ડ ઉપર સામે આવ્યુ લાઠી તાલુકા પંચાયત નું દબાણદાર ને બચાવવા નું તરકટ ખુલ્લું પડી ગયું આ દબાણ તો રીબીન ડેવલોપમેન્ટ માં આવે છે તેવું કારણ આપી દબાણદાર ના બચાવ માં રામપર ગ્રામપંચાયત થી લઈ તાલુકા પંચાયત કચેરી દબાણદાર ને આવી મદદ કેમ કરતું હશે ? દબાણદાર સરકારી જાહેર રસ્તા ની જમીન ઉપર દબાણ કરી સરકાર ને પ્રતિવાદી બનાવી તેના કેસ કોર્ટ માં ફેસલ થયા કેસ અપીલો પેન્ડિગ નથી તેમ છતાં હવે આ દબાણ કોની હુકુમત માં આવે છે એ નક્કી કરવા હકીકત લક્ષી અહેવાલ મંગાવવાનું નાટક કેમ ? આટલા વર્ષો કેસ ચાલ્યો પછી દબાણ કોની હુકુમત માં આવે છે તે નક્કી કરવાનું ? અત્યાર સુધી સરકારી ખર્ચ સમય નો વ્યય કેમ ? તાલુકા પંચાયત લાઠી નું વહીવટ તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલા ના તાળા મારશે ? અત્યારે રહી રહી ને દબાણ અંગે અહેવાલ માંગી અરજદાર ને ટટળાવી ત્રાસ આપવાનો અર્થ શું ? તાલુકા પંચાયત પાસે જિલ્લા પંચાયત અમરેલી એ અહેવાલ માંગ્યો અચરજ પામી જવાય તેવા આ દબાણ કેસ માં રામપર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી સાથે ધનિષ્ટ ઘરોબો ધરાવતા દબાણદાર ને બચાવવા તંત્ર ક્યાં સુધી નીચે ઉતરરશે ? મેસુ/૪/દબાણ/વશી/65-68/૨૦૨૪
જિલ્લા પંચાયત કચેરી મહેસુલ શાખા, અમરેલી એ તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરી, લાઠી. પાસે હકીકતલક્ષી અહેવાલ મોકલવા પત્ર પાઠવ્યો આમાં ગરીબ અરજદારો ને ન્યાય ક્યાંથી મળે ? વહીવટી તંત્ર ની દબાણદાર ઉપર આટલી બધી મહેરબાની હોય ત્યાં ન્યાય ની આશા ઠગારી નીવડે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.