કુડાસણ વિસ્તાર માં હનુમાન દાદા નું મંદિર બનાવવામાં આવશે જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું - At This Time

કુડાસણ વિસ્તાર માં હનુમાન દાદા નું મંદિર બનાવવામાં આવશે જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું


આજરોજ ગાંધીનગર વિસ્તાર ના વિકાસ પામતા વિસ્તાર એવા કુડાસણ ખાતે હનુમાન દાદા નું મંદિર બનાવવામાં આવનાર છે જે અંતર્ગત આજરોજ તા.07.01.2025 ના રોજ વંદન બંગ્લોઝ પાસે આવેલ જગ્યામાં મંદિર નું ભૂમિપૂજન તથા ખાત મુહુર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે કુડાસણ વિસ્તાર ના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન ત્રિવેદી, નિલેશભાઈ, રાજુભાઈ પટેલ તથા કુડાસણ વિસ્તારના અગ્રણી બિલ્ડર્સ તથા અગ્રણી હાજર રહ્યા હતા તથા શૈલાબેન ત્રિવેદી ના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ ભૂમિપૂજન વિદ્વાન શાસ્ત્રી શ્રી પુષ્પક શુક્લ દ્વારા કરાવવામાં આવ્યું.

આ પ્રસંગે કુડાસણ વિસ્તાર ના અગ્રણી એવા અનિલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે હનુમાન દાદા એ કળિયુગ ના જાગતા દેવ છે અને લોકો ની ખુબ આસ્થા છે તેથી ભવિષ્ય માં આ મંદિર લોકો ની આસ્થાનું પ્રતિક બને તેમાં નવાઈ નહિ.

રિપોર્ટ : શાસ્ત્રી પુષ્પક શુક્લ


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.