જસદણના લીલાપુર ગામ પાસેના એરંડાની ચોરીના આરોપી હાથવેંતમાં: વિધિવત ફરીયાદની પણ તજવીજ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પાસેના લીલાપુર ગામ પાસે વેરહાઉસના ગોડાઉનમાંથી ૨૦ થી ૨૫ લાખના એરંડાના જથ્થાની ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હરકતમાં આવી પોલીસે એરંડાના જથ્થાની ચોરી કરનાર શખ્સોને દબોચી લઇ પૂછતાછ હાથધરી છે.
મળતી વિગતો મુજબ જસદણના લીલાપુર ગામ પાસે આવેલ ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાંથી તસ્કરો ૨૦ થી ૨૫ લાખના એરંડાનો જથ્થો ચોરી કરી જતા આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા પી.આઇ.ટી.બી.જાની સહિતનો કાફલાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન જસદણ પોલીસે વેરહાઉસીંગ ગોડાઉનમાંથી એરંડાના જથ્થાની ચોરી કરનાર શખ્સોને દબોચી લઇ પૂછતાછ હાથભરી છે. મસમોટી ચોરીના આ બનાવ અંગે પોલીસમાં હજી ફરીયાદ થઇ નથી. જસદણ પોલીસે એરંડાના જથ્થાની ચોરી કરનાર શખ્સોને ઉપાડી લઇ તપાસ હાથધરી છે. અને વિધિવત ગુન્હો દાખલ કરવા તજવીજ હાથધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.