રાજકોટમાં સગીરાને લગ્નની લાલચ આપી યુવકે અપહરણ કર્યું, દુષ્કર્મ આચરી માતા બનાવી દીધી
પીડિતાને રૂ.4 લાખનું વળતર આપવાનો આદેશ
રાજકોટમાં માત્ર 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરી માતા બનાવનાર મૂળ મધ્યપ્રદેશના લાલા પ્રતાપ ભૂરિયા સામે કેસ ચાલી જતા ખાસ અદાલતે દોષિત ઠેરવી જીવે ત્યાં સુધીની સજાનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનાર તરુણીને રૂ.4 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
રાજકોટ તાલુકાના લાપાસરી ગામ પાસેના ઇંટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરુણીનું આરોપી લાલો લગ્નની લાલચ આપી તા.29-11-2019ના રોજ અપહરણ કરી ગયો હતો. પરિવારજનોએ લાંબો સમય તપાસ કર્યા બાદ ત્રણ મહિના બાદ પુત્રીને લાલો ભગાડી ગયાની ખબર પડતાં તા.1-2-2020ના આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એક વર્ષ બાદ લાલો અને તરુણીની ભાળ પોલીસને મળી હતી. જ્યારે ભાળ મળી ત્યારે તરુણી એક સંતાનની માતા બની ગઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.