રાજકોટને જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે : સી.આર. પાટીલની જાહેરાત - At This Time

રાજકોટને જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે : સી.આર. પાટીલની જાહેરાત


રાજકોટમાં 35 વર્ષથી હાઇકોર્ટની બેચ ફાળવવા માંગણીઓ થઈ રહી છે. ત્યારે આજે રાજકોટ ખાતે યોજાયેલા ભાજપ લીગલ સેલના વકીલોના મહાસંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટનો જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે તેવી જાહેરાત કરતા જ વકીલોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સહુ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા જોડવાની કરેલી અપીલના ભાગરૂપે આજે રાજકોટમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે.જે. પટેલના નેતૃત્વમાં સહ સંયોજક અનિલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપ સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર - કચ્છના વકીલોનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના શહેરો, તાલુકાઓમાંથી વિશાળ સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાંમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ગુજરાત સરકારના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પાટીલે જણાવ્યું કે, રાજકોટના વકીલોની હાઇકોર્ટેની બેચ અંગે લાંબા સમયથી માંગણી છે. રાજકોટનો જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે. આ ચૂંટણી બાદ ઝુંબેશના રૂપમાં સુરત અને રાજકોટનો હાઇકોર્ટની બેચ મળે તે માટે કામગીરી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.