વિશ્વ ચકલી દિવસ: વર્ષોથી ચકલી બચાવો અભિયાન, નાલંદા સ્કૂલ વિરનગરના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિચાર દરેક ઘર સુધી પહોંચ્યો - At This Time

વિશ્વ ચકલી દિવસ: વર્ષોથી ચકલી બચાવો અભિયાન, નાલંદા સ્કૂલ વિરનગરના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિચાર દરેક ઘર સુધી પહોંચ્યો


(ભરત ભડણિયા દ્વારા)
20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ,અત્યારના સમયમાં મકાનોનું બાંધકામ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે. ચકલીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. ઘરમાં તેમજ બગીચામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો ફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવા સ્થળ નથી રહ્યા, ત્યારે નાલંદા સ્કૂલ વિરનગરના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચકલી ઘરનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળા ના સંચાલક ભાવેશભાઇ વેકરિયા તથા તેમના વર્ગ શિક્ષક દિનેશભાઇ સાપરા દ્વારા કાર્ય ને બિરદાવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image