ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લેતુ સમસ્ત મહાજનનું પ્રતિનિધી મંડળ સમગ્ર ગુજરાતની ગૌશાળાઓ—પાંજરાપોળો પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાશે - At This Time

ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લેતુ સમસ્ત મહાજનનું પ્રતિનિધી મંડળ સમગ્ર ગુજરાતની ગૌશાળાઓ—પાંજરાપોળો પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાશે


ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લેતુ સમસ્ત મહાજનનું પ્રતિનિધી મંડળ

સમગ્ર ગુજરાતની ગૌશાળાઓ—પાંજરાપોળો પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાશે

ગાંધીનગર.વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજનનાં પ્રતિનિધી મંડળદ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ગીરીશભાઈ શાહનાં નેતૃત્વમાં ગાંધીનગર, રાજભવન ખાતે ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા રૂબરૂ મલાકાત લઈ ગીરીશભાઈ શાહે ગૌમાતાની પ્રતિમા અર્પણ કરીને અભિવાદન કર્યું હતું. જીવદયા, ગૌસેવા વિષયક વિસ્તૃત ચર્ચાઓ પણ આ પ્રસંગે કરવામાં આવી હતી. તથા ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાનેં સબસીડી પ્રાપ્ત કરાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો. તથા ગુજરાતમાં ગૌશાળા–પાંજરાપોળોને સબસીડી મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરેલ હતી તથા રાજયમાં પ્રતિ પશુ દિઠ પાંજરાપોળ—ગૌશાળાને રૂા.૧૦૦ કાયમી સબસીડી અપાવવા રજૂઆત કરેલ હતી. રાજયપાલના વરદ હસ્તે ગૌશાળા–પાંજરાપોળોને એક કરોડ રૂપીયાની ધનરાશી અર્પન્ન કરાઈ હતી. તથા કચ્છના ગાંધીધામ શહેરમાં સ્કૂલમાં ગૌમાંસ ખોરાકમાં લેવા અંગેના પાઠ ભણાવતા આવતા હોવાની રજૂઆત પણ કરેલ હતી જેનો રાજયપાલ દ્વારા તુરંત જ નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી.
આગામી ૫ એપ્રિલના એક અભ્યાસ વર્ગ રાજભવન ખાતે ગોઠવવાનું નકકી કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ૧૦૦૦ ગૌશાળાઓ—પાંજરાપોળોના સંચાલકોની મીટીંગ રાજભવન ખાતે થશે અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન મળશે.મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે, દેશને પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં ઉપયોગી થવા, મહાત્મા ગાંધી યુનિવર્સિટીની સ્થાપના કરી સ્થાનીક નસલોને પરફેક્ટ કરવા માટે એક 'ભારતીય ગૌતીર્થ' તથા સ્વદેશી ગાયો માટે એક કેન્દ્ર સ્થપાશે, આગામી ગુજરાતનાં સ્થાપના દિવસ સુધીમાં ૨૦ લાખ ખેડૂતો કુદરતી ખેતી કરવા માટે પ્રેરાશે તથા પાંચ વર્ષમાં દેશના દરેક રાજય પ્રાકૃતિક ખેતી તરફ વળશે તેનાથી દેશને કરોડો રૂપીયાની બચત થશે.
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સતત માર્ગદર્શન આપતા રહે છે અને પ્રાકૃતિક ખેતીને વધુને વધુ પ્રાધાન્ય અપાઈ તે દિશામાં કાર્ય કરી રહયાં છે. વૈશ્વીક ગ્લોબલ વોર્મિંગની અસરના લીધું કુદરતી ખેતીના પાક્માં થઈ રહી છે તેથી આજના સમયમાં કુદરતી ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે. રાસાયણીક ખાતર તથા પેસ્ટીસાઈડ દવાઓનો ઉપયોગ ખૂબ વધી રહયો છે તેના હિસાબે મનુષ્યમાં ગંભીર રોગો થઈ રહયા છે તેથી આજના સમયમાં ઓર્ગેનીક ખેતી જ એકમાત્ર ઉપાય છે.ગીરીશભાઈ શાહની સાથે આ શુભેચ્છા મુલાકાતમાં એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી, પ્રકાશભાઈ ઠકકર,સ્વામી માધવપ્રકાશજી, પંકજભાઈ શાહ, દીપકભાઈ બરવાળા, પરેશભાઈ શાહ, જયંતીભાઈ દોશી, ચીનુભાઈ શાહ, એડવોકેટ અભયભાઈ શાહ, મહાવીરભાઈ શાહ સહિતનાં અગ્રણીઓ જોડાયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.