અષાઢી બીજનાં ત્રણ નૂતન રથમાં બિરાજમાન થઈ 31 માં વર્ષે પણ ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમ પૂર્વક નગરચરિયાએ નીકળશે
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
તાલુકા કક્ષાથી નીકળતી ગુજરાતની ગૌરવપૂર્ણ રથયાત્રા એટ્લે બોટાદ જિલ્લાનાં ગઢડા સ્વામીના ખાતે નિકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે. ટ્રેક્ટરમાં સુશોભિત 50થી વધારે ફ્લોટ્સ આકર્ષક ઊભું કરશે. ત્રણ નૂતન રથમાં બિરાજમાન થઈ 31 માં વર્ષે પણ ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમ પૂર્વક નગરચરિયાએ નીકળશે
અષાઢી બીજનાં દિવસે બોટાદ જિલ્લાનાં ગઢડા સ્વામીના ખાતેથી છેલ્લા 30 વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા 31 માં વર્ષે પણ ધામધૂમપૂર્વક નીકળશે. ભગવાનની ત્રણ કાષ્ઠની મૂર્તિઓનું અને ત્રણ નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન જગન્નાથજી માટે નંદિઘોષ ,બહેન સુભદ્રાજી માટે દલપદલન અને ભાઈ બળભદ્રજી માટે તાલ ધ્વજ નામના ત્રણ નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળશે.આ વર્ષે 50 થી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.. સાથે સીદી ધમાલ, આદિવાસી નૃત્ય મંડળી, નાસિક ઢોલ, કાઠીયાવાડી રાસ નૃત્ય, લંબુજી ઠીંગુજી, ટેડી બિયર, છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળશે..આ રથયાત્રા માટે આશરે સો મણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવામાં આવ્યા છે જે પણ આ વર્ષે રથયાત્રામાં આકર્ષણ જમાવશે અષાઢી બીજના દિવસે બપોરે સંતો તેમજ રાજકીય, સામાજીક આગેવાનો મહાનુભાવોના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન થશે... સમગ્ર ગઢડા શહેર કેસરિયા રંગથી રંગાઈ ગયું છે શહેરમાં ધજા પતાકા, વિશાળ ગેઈટ, કટ આઉટ,થી ગઢડા શહેરને સુશોભિત કરવામાં આવ્યું છે ગઢડા શહેર અને તાલુકા અનેક લોકો પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં આકર્ષણ ફ્લોટ્સ તૈયાર કરી પોતાનું યોગદાન આપવા તત્પર હોય છે ત્યારે આ રથયાત્રા ગઢડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગઈ છે આજના દિવસે હજારો હરિભક્તો દર્શનાર્થીઓ ઉમટી પડે છે. સમગ્ર ગઢડા શહેર બંધ પાળી સ્વયંભૂ રથયાત્રામાં જોડાઈ છે ત્યારે ગુજરાતની સૌથી આકર્ષણ રથયાત્રા ગઢડાની ભગવાન જગન્નાથજીની રથયાત્રા બને છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.