ધંધુકા તાલુકાના નાના ત્રાડિયા ગામે યુવાન અને તરૂણી કેનાલમાં ડૂબ્યા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના નાના ત્રાડિયા ગામે યુવાન અને તરૂણી કેનાલમાં ડૂબ્યા.
બોટાદ અને અમદાવાદનો ફાયર સ્ટાફ, ધંધુકા પોલીસ સહિતનો કાફલો દોડી ગયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના નાના ત્રાડિયા ગામે યુવાન અને તરૂણી કેનાલમાં ડૂબી જતાં ગ્રામજનો, બોટાદ અને અમદાવાદનો ફાયર સ્ટાફ તેમજ ધંધુકા પોલીસ, ધંધુકા તાલુકા પંચાયતના અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. ભારે શોધખોળના અંતે સાંજના સમયે કેનાલમાં ડૂબેલી તરૂણીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે યુવાનનો કોઈ પત્તો ન મળી શક્યો ન હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાના નાના ત્રાડિયા ગામે રહેતા રાઘવભાઈભીમજીભાઈ પઢાર (ઉ.વ.આ.૨૦) અને સંધ્યાબેન અશોકભાઈ ડેરવાળિયા (ઉ.વ.આ.૧૭) ગઈકાલે રાત્રિના ૧૧થી મધરાત્રિના ૦૨ વાગ્યાના કોઈપણ અરામાં કેનાલમાં પડી ગયા હતા. જે ઘટનાની જાણ થતાં બન્નેના પરિવારજનો, ગ્રામજનો વગેરે દોડી આવ્યા હતા. આ બનાવ બાબતે ગામના તલાટી મંત્રીએ ટીડીઓને લેખિતમાં જાણ કરી કેનાલમાં ડૂબેલા બન્નેની શોધખોળ માટે બોટાદ અને અમદાવાદના ફાયર સ્ટાફને સ્થળપર બોલાવ્યા હતા. ફાયર સ્ટાફ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓએ કલાકો સુધી શોધખોળ હાથ ધર્યા બાદ સાંજના સમયે સંધ્યાબેન ડેરવાળિયાનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે રાત પડી છતાં રાઘવભાઈનો કોઈ પતો ન લાગતા રેસ્ક્યુ કામગીરીને થંભાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ધંધુકા પીઆઈ ચૌધરી અને સ્ટાફના માણસો પણ નાના ત્રાડિયા ગામે દોડી આવ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.