‘’ પોલીસ પ્રજાનો મિત્ર ‘’ સુત્ર સાર્થક કરતી ગીર ગઢડા પોલીસ - At This Time

‘’ પોલીસ પ્રજાનો મિત્ર ‘’ સુત્ર સાર્થક કરતી ગીર ગઢડા પોલીસ


‘’ પોલીસ પ્રજાનો મિત્ર ‘’ સુત્ર સાર્થક કરતી ગીર ગઢડા પોલીસ
જી.ગીર સોમનાથ
પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રીમનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ – વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પોલીસ ઇન્‍સ. શ્રી. એમ.યુ.મસી સાહેબ તાલાલા નાઓના માર્ગદર્શન નીચે પોલીસ સબ ઇન્સ. શ્રી જે.આર.ડાંગર તથા ગીર ગઢડા પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા અવાર નવાર ‘’ પોલીસ પ્રજાનો મિત્ર ‘’ સુત્ર સાર્થક કરવા પ્રયત્નો કરવામાં આવે છે.
જેમા ગીરગઢડા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. જે.આર.ડાંગર પો.સ્ટાફ સાથે તા.૦૬/૧૦/૨૦૨૨ ના ક. ૨૩/૦૦ થી તા.૦૭/૧૦/૨૦૨૨ ના ક. ૦૬/૦૦ સુધી નાઇટ રાઉન્ડમા હોય દરમ્યાન ગીરગઢડા ટાઉન વિસ્તારમા બે નંબર બસ સ્ટેન્ડ પાસે આવતા રોડ પર પ્લાસ્ટીકના બાચકાઓ પડેલ હોય જેથી તે બાચકાઓમા જોતા ખાવાના લસણની કળીયો ભરેલ હોય અન આ બાચકાઓ કોઇ માલવાહન વાહનમાથી કોઇપણ રિતે પડી ગયેલાનુ જણાતા રોડથી આગળના ભાગે એકાદ કીલોમીટર સુધી કુલ -૩૨ બાચકાઓ પડેલ જોવામા આવેલ અને કોઇ વાહન કે માલીક જોવામા આવેલ ન હોય જેથી તે બાચકાઓ ઉપર યુનોકોપ ફુડનો માર્કોને ધ્યાને લઇ ઓનલાઇન સર્ચ કરતા આ બાચકા યુનોકોપ ફુડ વિજપડીનુ એડ્રેસ ફોન નંબર મળતા તુરત જ માલીકનો કોન્ટેકટ કરતા આ બાચકા ટ્રક નં GJ-38-T-5762 મા ડ્રાઇવર રમેશભાઇ દેવાભાઇ બારોટ રહે. મોટી જાગધાર તા.મહુવા વાળા સાથે વિજપડી ગામેથી ભરી આલીદર કોલ્ડ સ્ટોરેજમા રવાના કરેલ હોય પરંતુ રસ્તામા કોઇ કારણોસર ટ્રકમાથી પડી ગયેલ હોવાનુ જણાવી ડ્રાઇવરનો કોન્ટેકટ કરી ડાઇવરને પો.સ્ટે. મોકલતા આ તમામ બાચકાનો આધાર પુરાવો આપતા ખરાઇ કરી પરત મુળ માલીકને બાચકા નંગ-૩૨ અંદાજીત કિ.રૂા.૩૨,૦૦૦/- ની કિમતનો મુદામાલ પરત સોપી આપતા ગીર ગઢડા પો.સ્ટે.ના પોલીસનો ખુબ ખુબ આભાર માનેલ
આમ એક વેપારીનો લસણની કળીના બાચકાનો કિંમતી મુદામાલ તેના માલીકને પરત સોપી આપતા ગીર ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા સારી કામગીરી કરવામા આવેલ હોય અને ‘‘પોલીસ પ્રજાનો મિત્ર‘‘ હોવાનુ ફરી. ગીર સોમનાથ જીલ્લાના પોલીસ દ્વારા સુત્ર સાર્થક કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.