ભરૂચ અને નર્મદા જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમા સામાજિક કાર્યકર અબ્દુલ કામથી અને તેમની ટીમ દ્વારા યુકે એન્ડ ઇન્ડિયા વાઝા ફેમેલીના સહયોગથી, કોઈ પણ જાતના ભેદભાવ વિના અનાજ,ગાદલાં તકીયા તેમ જ જીવન જરૂરીયાત સાધન સામગ્રી કીટ વિતરણ કરવામાં આવી.
નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાન થયું છે ત્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ પીડિતોના વ્હારે આવી દરેક રીતે મદદરૂપ થઈ રહી છે ત્યારે નિઃસ્વાર્થ સમાજ સેવા માટે જાણીતા સામાજિક કાર્યકર અબ્દુલ ભાઈ કામથી અને તેમની ટીમ દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં
કોઈ પણ જાતના ભેદભાવ વિના મુલાકાત લઈ પીડિતોને જીવન જરૂરી સાધન સામગ્રી પુરી પાડી મદદરૂપ બન્યા હતા
અબ્દુલ કામથી અને તેમની ટીમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત
નર્મદા જિલ્લાના સિસોદરા, રીંગણ, વાસણ, ઝરીયા વગેરે ગામોની મુલાકાત લઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર પુર પીડિતોને અનાજ, ગાદલાં તકીયા તેમ જ જીવન જરૂરીયાત સાધન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત પુર અસરગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કીટ ની પણ
વ્યવસ્થા કરવામા આવી હતી.
મલેક યસદાની
At this time Bhruch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.