જાહેર જગ્યાઓ તેમજ શાળા/કોલેજ ટ્યુશન ક્લાસીસો માટે અગ્નિશામક સુરક્ષાના “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) લેવા ફરજીયાત
જાહેર જગ્યાઓ તેમજ શાળા/કોલેજ ટ્યુશન ક્લાસીસો માટે અગ્નિશામક સુરક્ષાના “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) લેવા ફરજીયાત
*************
સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તમામ સંસ્થાઓ , શોપીંગ મોલ, રેલ્વે સ્ટેશનો, એસ.ટી ડેપો, મંદીરો, હોસ્પીટલો (ખાનગી તથા સરકારી), બેંક વિસ્તારો, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થિયેટરો, કોમર્શીયલ સેન્ટરો, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ, પેટ્રોલ પંપો, સી.એન.જી/ એલ.પી.જી.પંપો, ગેસ ગોડાઉન, સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલ/કોલેજો તમામ કોર્ટ તેમજ મોટી જનમેદની એકત્ર થતી હોય તથા અવર જવર કરતી હોય તેવી જગ્યાઓએ તથા કાર્યક્રમોના સ્થળો ,હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામગૃહ, ટાઉન હોલ, ટોલ પ્લાઝા, જાહેર પાર્કીંગ, બોર્ડીંગ, બહુમાળી બિલ્ડીંગ, ભોયરા, રેસ્ટોરેંટ, ખાનગી તેમજ સરકારી સંસ્થાઓમાં સ્થળના માલીકોએ અથવા વહિવટકર્તાઓએ ફાયર સેફટી ઉપકરણો લગાડવા ફરજીયાત છે. તેમજ આ બધી જ જગ્યાઓ માટે “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) લેવા ફરજીયાત છે. અને સમયાંતરે ફાયર ઓફિસરશ્રીઓએ ચેકિંગ તથા ઓડીટ કરવાનું રહેશે.
આ હુકમ અન્વયે સાબરકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓના આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.