લુટ તથા છેતરપીડી ગંભીર પ્રકારના કુલ -૩ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોડાસા ટાઉન પોલીસને મળેલ સફળતા. - At This Time

લુટ તથા છેતરપીડી ગંભીર પ્રકારના કુલ -૩ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોડાસા ટાઉન પોલીસને મળેલ સફળતા.


વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન તથા નવાપુરા પોલીસ સ્ટેશનના લુટ તથા છેતરપીડી ગંભીર પ્રકારના કુલ -૩ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોડાસા ટાઉન પોલીસને મળેલ સફળતા.
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ચુંટણી આવનાર હોઇ જે ચુટણી શાંતિપુર્ણ થાય તે સારૂ જીલ્લામાં તથા જીલ્લા બહાર બનતા મીલ્કત સબંધી ગંભીર પ્રકારના ગુના કરી નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે શ્રી બી.કે.ભારાઇ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન નાઓની સુચનાથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ડી - સ્ટાફના પોલીસ માણસો મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. - ૧૩૦ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૯૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા ફ.ગુ.ર.નં. ૧૩૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૯૨,૧૧૪ તથા નવાપુરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. - ૩૩ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી નામે અર્જુનભાઇ બાબુભાઇ ( મારવાડી ) સલાટ ઉ.વ ૨૯ મુળ રહે- મોડાસા સર્વોદયનગર ડુંગરી સલાટવાસ તા - મોડાસા જી - અરવલ્લી હાલ રહે - સેવાલીયા તા - ઠાસરા જી - ખેડા નાઓ મોડાસા મોડાસા સર્વોદયનગર ડુંગરી ખાતે આવવાનો હોવાની ચોકકસ બાતમી હકીકત આધારે લુટ તથા છેતરપીડી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોડાસા ટાઉન પોલીસને સફળતા મળેલ છે . તા -૧૩ / ૧૧ / ૨૦૨૨ આરોપીનુ નામ સરનામું- અર્જુનભાઇ બાબુભાઇ ( મારવાડી ) સલાટ મુળ રહે- મોડાસા સર્વોદયનગર ડુંગરી સલાટવાસ તા - મોડાસા જી - અરવલ્લી હાલ રહે - સેવાલીયા તા - ઠાસરા જી - ખેડા આરોપીના ગુના ( ૧ ) બાપોદ પોલીસ સ્ટેશન ( વડોદરા શહેર ) ફ.ગુ.ર.નં -૧૩૦ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૯૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ ( ૨ ) બાપોદ પોલીસ સ્ટેશન ( વડોદરા શહેર ) ક.ગુ.ર.નં -૧૩૧ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૯૨,૧૧૪ મુજબ ( ૩ ) નવાપુરા પોલીસ સ્ટેશન ( વડોદરા શહેર ) ૬ ગુ.ર.નં -૩૩ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.