વિજ્ઞાન -ગણિત અને પર્યાવરણ 58 મુ પ્રદર્શન શ્રીમતી બી.જે દેસાઈ માં અને ઉ.મા શાળા મોરા માં યોજાયું - At This Time

વિજ્ઞાન -ગણિત અને પર્યાવરણ 58 મુ પ્રદર્શન શ્રીમતી બી.જે દેસાઈ માં અને ઉ.મા શાળા મોરા માં યોજાયું


પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જીલ્લા નું વિજ્ઞાન -ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પંચમહાલ દ્વારા આજ રોજ મોરા ખાતે શ્રીમતી બી.જે દેસાઈ મા.અને ઉ.મા શાળા મોરા ખાતે યોજાયું જેમાં ગુજરાત ના શિક્ષણમંત્રી શ્રી કુબેર ભાઇ ડિડોર ના અધ્યક્ષ અને ઉદઘાટક થાને ઉપસ્થિત રહી પ્રદર્શન યોજાયું. તથા તેમને શિક્ષકો તથા બાળકોને માર્ગદર્શન આપ્યું હતુ .તેમજ મોરવાહડફ ના ધારાસભ્ય શ્રીમતી નિમિષા બેન સુથાર તેમજ કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ.તેમજ તાલુકા જીલ્લા પંચાયત ના પ્રમુખો પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી બેન પટેલ . પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશભાઈ પટેલ.તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના હોદેદારો અશ્વિનભાઈ પટેલ.મેહુલભાઇ સેવક . જીતેન્દ્ર બારીયા.જીતેન્દ્ર ઠાકર.અને રાજ્ય સંચાલક મંડળના મહામંત્રી શ્રી પી.ડી સોલંકી સાહેબ .જયેશભાઇ પુરોહિત.બીજા અલગ અલગ ધટકસંધ ના હોદેદારો . વિજ્ઞાન મંડળના મંત્રી શ્રી તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય. સરપંચ .શ્રી તથા વિક્રમ આર ડીંડોર. તથા શાળા વિકાસ સંકુલના સંયોજકો શ્રીઓ .વિજ્ઞાન મંડળના હોદ્દેદારો. શાળા ના આચાર્ય શ્રી પરીન એમ શાહ. કચેરીના અધિકારી ગણ તથા જીલ્લા ના વિજ્ઞાન વિષયના શિક્ષક મિત્રો કૃતિ ઓ લઇને આવેલ અલગ અલગ સ્કૂલ ના બાળકો ની વિશેષ ઉપસ્થિતિમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું..

અલગ અલગ સંકુલ. તાલુકામાંથી પ્રથમ ક્રમાંક મેળવેલા બાળકો પોતાની કૃતિઓ લઈ અને જિલ્લા વિજ્ઞાન મેળામાં આવી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.. આભાર વિધિ છેલ્લે જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલના શ્રી જીગ્નેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.