ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડના હસ્તે તાલાલાનાં બોરવાવમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ*
*ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડના હસ્તે તાલાલાનાં બોરવાવમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ*
----------
*અંદાજીત રૂ.૭૦ લાખનાં ખર્ચે તૈયાર થયું સંપૂર્ણ સુવિધાથી સજ્જ આરોગ્ય કેન્દ્ર*
-----------
*ગ્રામ્યજનોને મળશે ઓ.પી. ડી,સગર્ભા બહેનોની તપાસણી,લેબોરેટરી સહિતની અગત્યની સવલતો*
-----------
*ગીર સોમનાથ તા.૨૧:* તાલાલા તાલુકામાં બોરવાવ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નાથાભાઈ વાજાની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડના વરદ હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અને બોરવાવ પીએચસી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય કેન્દ્ર અંદાજીત રૂ.૭૦ લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે તેમજ સંપૂર્ણ સુવિધાથી સજજ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતાં તાલાલા વિસ્તારના ગ્રામિણ લોકોને ઓ. પી. ડી. ,સગર્ભા બહેનોની તપાસણી,લેબોરેટરી,ઇન્ડોર રૂમ સહિતની અગત્યની જરૂરી સવલતો પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય દ્વારા ઉપસ્થિત લોકોનુ અભિવાદન કરી સ્વાગત પ્રવચન તેમજ જિલ્લા એપિડેમી મેડિક્લ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ તકે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ સહિત ગ્રામ્યજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.