દાણાપીઠમાં વેપારીઓને દુકાન ખાલી કરાવનાર મસ્જિદના પ્રમુખ સહિત આઠ શખ્સો જેલહવાલે - At This Time

દાણાપીઠમાં વેપારીઓને દુકાન ખાલી કરાવનાર મસ્જિદના પ્રમુખ સહિત આઠ શખ્સો જેલહવાલે


દાણાપીઠમાં આવેલ દુકાનોમાંથી માલસામાન બહાર ફેંકી નાંખવાના મામલામાં પોલીસે મસ્જિદના ટ્રસ્ટના પ્રમુખ સહિત આઠ શખ્સોને ઝડપી લઇ જેલહવાલે કર્યા હતા. જયારે એક આરોપી પોલીસ પકકડની બહાર છે.
પ્રાપ્ત વિગત મુજબ દાણાપીઠમાં દુકાન ધરાવતા વેપારી વિરેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ કોટેચાએ ફરિયાદ નોંધાવી હતી કે મોચીબજાર, દાણાપીઠ મેઇન રોડ, નવાબ મસ્જિદની બાજુમાં જે નવાબ મસ્જિદની દુકાન ભાડાથી સીતેરેક વર્ષથી ધરાવી, મંડપ સર્વિસની દુકાન ચલાવે છે.
ત્યારે બે દિવસ પહેલા તેઓની અને તેમની બાજુમાં અભિષેક ઠકકર અને હસમુખભાઇ મહેતા નામના વેપારીની દુકાનના તાળા તોડી મસ્જિદના ટ્રસ્ટના પ્રમુખ ફારૂક મુસાણી સહિતના શખ્સોએ ત્રણેય દુકાનોનો માલસામાન બહાર ફેંકી નાખ્યો હતો.
તેમજ તેમની પાસે દુકાન ખાલી કરવા માટે વકફ બોર્ડનો હુકમ હોવાની વાત કરી હતી. જે બાદ વેપારીએ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
જે બાદ ધારાસભ્ય દર્શિતાબેન શાહે દરમ્યાનગીરી કરતા ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પોલીસે ત્રણે વેપારીઓને દુકાન પરત કરાવી હતી. તેમજ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ અને ટીમે ગઇકાલે આરોપી ફારૂક ઇબ્રાહીમ મુસાણી, જાકીર હબીબ મુસાણી, ગફાર સતાર અલાણી, ઇરફાન અબ્દુલ સોલંકી (ચારેય રહે. મોચીબજાર, ચામડીયા, ખાટકીવાસ), ફરીદ તૈયબ શિકાર (રહે. કૃષ્ણપરા-2, મોચીબજાર), યુનુસ હાજી મુસાણી (રહે. ચામડીયા, ખાટકીવાસ), અમીન મહેમુદ ચૌહાણ (રહે. ચામડીયાપરા, ખાટકીવાસ), ઇકબાલ કમાલ સેતા (રહે. મોચીનગર-2)ને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. જયારે સરફરાજ મોહમ્મદ શેખ નામનો આરોપી બિમાર હોય જેની તેમની ધરપકડ હાલ બાકી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.