નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સફાઈ કામગીરી હાથ ધરાઈ
નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સફાઈ કામગીરી હાથ ધરાઈ
સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ હેઠળ ઉમરાળાનાં લોકોએ હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન
રાણપુર તાલુકાના ઉમરાળા ગામે નિર્મળ ગુજરાત 2.0 સાફ શેરી-સાફ રસ્તા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ હેઠળ જાહેર રસ્તાઓ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે પ્રમાણે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાત રાજયને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં ગામ તથા ઓફિસને સ્વચ્છ કરવાની કામગીરી,ઓફિસોમાં સફાઈ,ગામમાં ઉકરડા સ્થળાંતર,શૌચાલય બનાવવા તેમજ ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની કામગીરી વગેરે જેવી કામગીરી હાથ ધરવામાં આવે છે.જે અન્વયે રાણપુર તાલુકાના ઉમરાળા ગામે લોકભાગીદારીથી સમગ્ર ગામમાં દરેક રસ્તા,શેરી અને દરેક જાહેર જગ્યાઓ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેવી રીતે તન ચોખ્ખું તો મન ચોખ્ખું–કહેવત છે ને તેવી જ રીતે ઘર,આંગણું અને શેરીઓ ચોખ્ખી હશે તો સ્વસ્થતા અને સ્વચ્છતા બન્ને આવશે માટે દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવું જોઈએ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.