હિંમતનગર શહેરમા આવેલ ટાવર ચોકમાં પરશુરામ પાર્ક ખાતે ભગવાન પરશુરામનું પૂજન કરવામાં આવ્યું - At This Time

હિંમતનગર શહેરમા આવેલ ટાવર ચોકમાં પરશુરામ પાર્ક ખાતે ભગવાન પરશુરામનું પૂજન કરવામાં આવ્યું


સાબરકાંઠા  ના હિંમતનગર  ખાતે   બ્રહ્માણ  સમાજ દ્વારા શુક્રવાર ના રોજ અખાત્રીજ ના તહેવારે  હિંમતનગર શહેરમા આવેલ ટાવર ચોકમાં પરશુરામ પાર્ક ખાતે ભગવાન પરશુરામનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આરતી કરવામા આવી હતી. પરશુરામ જયંતીની ઉજવણીએ  સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે તથા સમસ્ત હિંમતનગર બ્રહ્માણ સમાજ જોડાયો હતો. આ પ્રસંગે સમસ્ત બ્રહ્માણ સમાજના સાબરકાંઠા જીલ્લા પ્રમુખ મનોજભાઈ પુરોહિત, હિંમતનગર બ્રહ્માણ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન હિરેન ગોર,  બ્રહ્મ ઉત્કર્ષ ટ્રસ્ટ પ્રમુખ અતુલભાઈ દીક્ષિત સહિત  સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર બ્રહ્માણ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.{સદ્દામ મનસુરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.