*શ્રી હિંમત હાઇસ્કુલની એન.એસ.એસની ખાસ શિબિર યોજાઈ*
*શ્રી હિંમત હાઇસ્કુલની એન.એસ.એસની ખાસ શિબિર યોજાઈ*
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરના એન.એસ.એસ યુનિટ દ્વારા કાંકરોલ પ્રાથમિક શાળા મુકામે એન.એસ. એસની ખાસ શિબિર યોજાઈ. આ ખાસ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, ભાજપાના ઉપપ્રમુખશ્રી જયેશભાઈ પટેલ, હિંમતનગર કેળવણી મંડળના મંત્રીશ્રી જીતુભાઈ પટેલ, કાંકરોલ પંચાયતના સરપંચ શ્રીમતી શ્વેતાબેન અને ડેપ્યુટી સરપંચશ્રી બિરેનભાઈ પટેલ , સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રી ધીરજભાઈ પટેલ, કાંકણોલ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી શ્રીમતી પ્રિયંકાબેન દરજી તથા ગામના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાંકણોલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ધ્રુમિલભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું તથા શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરના આચાર્યશ્રી એસ.એસ.પટેલે શિક્ષણનું મહત્વ સમજાવતું પ્રવચન કર્યું હતું. અને એન.એસ.એસની પૂર્વભૂમિકા સમજાવી હતી. શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરના સુપરવાઇઝરશ્રી એન.બી.પટેલ દ્વારા સ્વયંસેવકોને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. આ ખાસ શિબિરમાં સ્વચ્છતા અભિયાન, નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉપચાર કેમ્પ, નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ અને બ્લડ ચેકઅપ કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, સ્ત્રીસશક્તિકરણ, ફાયર સેફ્ટી ડેમો નિદર્શન વગેરે અભિયાન અંતર્ગત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ ખાસ શિબિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી સુશીલાબેન પટેલ અને અલકાબેન પટેલ દ્વારા કરાવવામાં આવી હતી. આ સમગ્ર ખાસ શિબિરનું આયોજન પ્રોગ્રામ ઓફિસરશ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ, કો.પ્રોગ્રામ ઓફિસરશ્રી બળદેવભાઈ મકવાણા, શ્રી ડી.પી.ભટ્ટ તથા શ્રી સી.આર.પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. શ્રી હિંમત હાઇસ્કુલના આચાર્યશ્રી એસ.એસ.પટેલ દ્વારા એન.એસ.એસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.