માળીયા હાટીનામાં વિના મૂલ્યે મહિલાઓ દ્વારા યોગ શીબરમાં નવરાત્રી નિમિતે અનોખી રીતે ઉજવણી
માળીયા હાટીનામાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર દ્વારા ચાલતી નિયમિત યોગ શિબિર માળીયા હાટીનામાં ગ્રામ પંચાયત બગીચા પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનર થયેલા બહેનો દ્વારા દરરોજ સવારે 6 થી 8 અને સાંજના 5:30 થી 7:30 એમ દિવસના બે વખત વિના મૂલ્યે યોગ શીખડવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે ત્યારે ચાલતી નવરાત્રી માહોલમાં બને તેમાટે બહેનો ને જાગૃત કરવા ટ્રેનર દ્વારા એક નવરાત્રી સંગીતના તાલે યોગ શીખડાવામાં આવ્યા હતા અને અંતમાં દરેક બહેનોએ મોટી સંખ્યામાં બહેનો દ્વારા રાસ ઉત્સવમાં ઉત્સાહ ભેરથી ભાગ લેવામાં આવ્યો હતો
અંતમાં ટ્રેનર દક્ષા બેન ચાવડા દ્વારા જણાવ્યું કે યોગ દ્વારા શારીરિક અને માનસિક, તંદુરસ્તી માટે મહિલાઓમાં જાગૃતિ અને ટ્રેનીંગની પ્રશંસનીય પ્રવૃત્તિ જરૂરિછે ગુજરાત યોગ બોર્ડના અધિકૃત યોગ ટ્રેનર દક્ષા બેન ચાવડા નિયમિત રીતે આ શિબિરમાં યોગ શીખડાવે છે અને યોગના પ્રભાવક ફાયદાઓ માટે અમૂલ્ય યોગદાન આપે છે
આયોગ શિબિરને સફળ બનાવવા દક્ષા બેન ચાવડા, નોયડા સલમાબેન, માળીયા હાટીના તાલુકા ભાજપ મહિલા મોરચાના મંત્રી કાજલબેન ભાલોડિયા,ભારતી બેન અભાણી, રેહાનાબેન, શિલ્પાબેન ખાંભલા, જયાબેન રાઠોડ, શાહીન પઠાણ, હિરલ કાનાબાર સહિતના પ્રતિષ્ઠીત બહેનોએ ભારી જહેમત ઉઠાવી છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.