જૂનાગઢના 3 શખ્સ સામે રાવ, તપાસનો ધમધમાટ
જૂનાગઢના 3 શખ્સ સામે રાવ, તપાસનો ધમધમાટ
જૂનાગઢના 3 શખ્સે માળિયા પંથકના ખેડૂતનો આંબાનો બગીચો રાખી રૂપિયા 6.15 લાખનો ધુંબો મારી છેતરપિંડી આચરી હોવાની રાવ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માળીયા હાટીના માં રહેતા ભરતભાઈ વકમાતભાઈ ભલગરીયાનો આંબેચા ગામે આવેલ આંબાનો બગીચો જૂનાગઢમાં સાબલપુર ચોકડી પાસે રહેતા ભાવેશ લવજી વાઘેલા, જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ સાઈબાબાના મંદિર પાસે રહેતા અશોક ગગજી ગોહિલ અને સાબલપુર લવજી વાઘેલાએ રૂપિયા 11,61,000માં ઇજારે રાખ્યો હતો. સુથી પેટે રૂપિયા 5 લાખ આપી બાકીની રકમ રૂપિયા 6.61 લાખ 3 જૂનના રોજ આપવાનું નક્કી કર્યું હતું.
આ શખ્સોએ ભરતભાઈને વિશ્વાસમાં લઈ આંબાના બગીચા માંથી 90 ટકા એટલે કે રૂપિયા 10,44,900ની કેરી ઉતારી ભરી ગયા હતા. અને બાકીની રકમ રૂપિયા 6.61 લાખ તા. 3 જૂનના રોજ આપવાને બદલે બગીચામાં અમોને નુકસાન થાય એમ છે અને હમણાં અમારે પૈસામાં પહોંચી શકાય તેમ નથી તેમ કહી અને મજૂરોને ચૂકવવાના રૂપિયા 70,000 પણ નહીં આપીને કુલ રૂપિયા 6.15 લાખ પરત નહીં આપી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભરત ભલગરીયાએ કરતા માળિયાના પીએસઆઈ પી. કે. ગઢવીએ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.