જસદણમાં શિવમ્ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ સાથે ભાગવત ગીતા પૂજન તેમજ પુલવા હમલામાં થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
આજરોજ જસદણની શ્રી શિવમ વિદ્યાલય ખાતે ખેલ મહોત્સવ-2022/23 નું આયોજન થયું હતું. સાથે સાથે ભગવતગીતા પૂજન અને પુલવામા હુમલામાં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ખેલ મહોત્સવ માં શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતોમાં ભાગ લઈ અને મેડલ પ્રાપ્ત કર્યા હતા. જસદણના શિક્ષણ જગતના મહાનુભાવો એ હાજરી આપી હતી,અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
એથલેટિક્સ ની તમામ રમતો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે જી.થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતમાં ભાગ લઈ અને પોતાની કુશળતા આવડત બતાવી અને મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ તકે શિવમશાળા પરિવાર અને ન્યુએરા શાળા પરિવારના તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવી અને વિદ્યાર્થી ઓ ને ગ્રાઉન્ડ રમત બાબતે પોઝિટિવ બનાવ્યા હતા. અને શાળા સંચાલક શ્રી હિતેશ સર રામાણી એ દરેક શિક્ષકો દરેક અને દરેક વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. અને દરેક વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કર્યા અને બિરદાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.