"આઝાદી નો અમૃત કાળ"                    દામનગર પાલિકા તંત્ર ને પેવર બ્લોક રસ્તા ઓ માટે  ગૌચર પડતર ના મેદાનો મળી જતા હોય તો આંગણવાડી ના ઓરડા અને વેપારી ઓ માટે ટોયલેટ ની જગ્યા કેમ નહિ મળતી હોય ? - At This Time

“આઝાદી નો અમૃત કાળ”                    દામનગર પાલિકા તંત્ર ને પેવર બ્લોક રસ્તા ઓ માટે  ગૌચર પડતર ના મેદાનો મળી જતા હોય તો આંગણવાડી ના ઓરડા અને વેપારી ઓ માટે ટોયલેટ ની જગ્યા કેમ નહિ મળતી હોય ?


"આઝાદી નો અમૃત કાળ"                   
દામનગર પાલિકા તંત્ર ને પેવર બ્લોક રસ્તા ઓ માટે  ગૌચર પડતર ના મેદાનો મળી જતા હોય તો

આંગણવાડી ના ઓરડા અને વેપારી ઓ માટે ટોયલેટ ની જગ્યા કેમ નહિ મળતી હોય ?

દામનગર પાલિકા તંત્ર ને વિવિધ વિકાસ કામો કે પેવર બ્લોક રસ્તા ઓ માટે સરકારી પડતર ગૌચર નદી નાળા ના પટ કાયમી ડૂબ રહેતી જગ્યા સહિત ના મેદાનો પેવર બ્લોક નાખવા મળી જતા હોય તો શહેર માં વિવિધ વિસ્તારો માં આંગણવાડી ના નાના એવા ઓરડા અને વેપારી ઓ માટે જાહેર ટોયલેટ ની જગ્યા કેમ નહિ મળતી હોય ? આઝાદી નો અમૃત કાળ પાલિકા શાસકો માટે સુવર્ણ કાળ ભલે બને પણ શહેરીજનો પ્રાથમિક સુવિધા તો આપો શહેર ના તમામ વિસ્તારો માં પેવર બ્લોક રસ્તા લેવલ વગર દરેક વિસ્તારો માં પાણી ભરાયેલ રહે છે ટીપી આઈ શેનું કરતા હશે ? પ્રાથમિક સુવિધા વગર શહેરીજનો લબડતા રહે પણ પેવર બ્લોક રસ્તા માટે આર એન્ડ બી રેલવે ખાનગી માલિકી સહિત વિકાસ વંડી ઓ ઉપર પણ ચડી રહ્યો છે શહેર નું આવતું ભવિષ્ય અતિ ખડેર જીર્ણ અવસ્થા ના મકાનો માં આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે આદર્શ જીવન નો એકડો ઘુંટતા નિર્દોષ બાળકો ના ભવિષ્ય માટે આંગણવાડી ના ઓરડા ની દરકાર ન રાખતા પાલિકા ના શાસકો પેવર બ્લોક માટે નાના માં નાની જગ્યા ખાંચા ગલી નવેળા ગોતી પાડે છે તેમ આંગણવાડી માટે પણ એક નાના ઓરડા જગ્યા ગોતી શહેર ના બાળકો માટે આશીર્વાદ રૂપ બનવું જોઈ તસ્વીરો માં દેખાતા શાસકો એ શહેરીજનો ની તકલીફ માં પણ દેખાવું જોઈ ખોડિયારનગર ગરનાળા માં વરસાદી પાણી ભરાય જતા પોતા ના ટ્રુવહીલ સાયકલ રેલવે ગરનાળા બહાર રેઢા મૂકી પાટા ઓળગી જવું પડે છે આ છે વિકાસ ?

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.