ઈટાદરાની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
માણસા : માણસા તાલુકાના ઇટાદરા ગામના જુગાર
રમતા છ શખ્સોને ઋ. ૧૩૫૯૦ રોકડ રકમ સાથે ઝડપી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પોલીસને બાતમી મળી હતી કે માણસા તાલુકાના ઇટાદરા ગામની સીમમાં આવેલા ઇદગાહ તરફ જવાના નાળિયામાં ખુલ્લામાં નીચે બેસી કેટલાક શખ્સો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે આ જગ્યા પર જઈ દૂરથી જોતા છ ઈસમો નીચે બેસી ટોળું વળી જુગાર રમી રહ્યા હતા જે તમામને પોલીસે કોર્ડન કરી ઝડપી તેમની પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ(૧) શબ્બીરમીયા ફકીરમિયા બેલિમ(૨)સાબીરમિયા સુબામિયા બેલીમ બન્ને રહે.ઈદગાહ પાસે,ઈટાદરા ગામ(૩)અલ્તાફમિયા મહેબૂબમિયા બેલીમ(૪) ફરીદમિયા કાદરમિયાં બેલીમ(૫)ઝાકીરમિયા સતારમિયા બેલીમ(૬)ઇમરાનખાન સુજાતખાન પઠાણ ચારે રહે.કસબામા,ઇટાદરા ગામ હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમની પાસેથી ૧૨,૦૮૦ ઋપિયા રોકડા તેમજ દાવ પર મુકેલ ૧૫૧૦ ઋપિયા મળી કુલ ૧૩,૫૯૦ ઋપિયા ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા છ ઇસમો વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.