રાજસ્થાન ના જાલોરની ઘટનાની વિરૂદ્ધ રાપર મધ્યે જન આક્રોશ રેલી યોજાઇ
રાપર મધ્ય અનુસૂચિત જાતિના લોકો દ્વારા જન આક્રોશ રેલી યોજાઇ અત્યારે વધી રહેલા અનુસુચિત જાતિના લોકો ઉપર અત્યાચારો તેમજ હાલમાં જ રાજસ્થાન જાલોર સહિત દેશમાં અન્ય જગ્યાઓ પર જાતિવાદી માનસિકતા રાખી અનુસૂચિત જાતિ ના લોકોની થઈ રહેલ હત્યાઓની વિરૂદ્ધ મા ગઈ કાલે સમસ્ત રાપર તાલુકા અનુસુચિત જાતિ સમુદાય દ્નારા શહેર ના સુખદધાર વિસ્તારથી જન આક્રોશ રેલી યોજી વિવિધ માર્ગે ફરીને મામલતદાર કચેરી મારફતે આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઈ હતી કે રાજસ્થાનના જાલોરમાં ગત ૨૦ જુલાઇ એક શાળામા જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત શિક્ષકે ત્રીજા ધોરણમાં ભણતા ૮ વર્ષના માસૂમ ઈન્દ્ર મેઘવાલ નામના બાળકને તેના અંગત ઘડામાંથી પાણી પીવા જેવી નજીવી બાબતે ઢોર માર મારી હત્યા નિપજાવી હતી તો એ પણ ત્યારે જ્યારે જ્યારે દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો
તેમજ રાજસ્થાન ના જયપુર રાયસર મા તારીખ ૧૦ ઓગસ્ટ ના રોજ અનુસૂચિત જાતિ ની શિક્ષિકા અનીતા રેગર ની આવા જ જાતિવાદી ઈસમો દ્વારા પેટ્રોલ નાખી જીવતી સળગાવી દઈ હત્યા નિપજાવી તેમજ હાલ મા જ આ સિવાય તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં એક જાતિવાદી શિક્ષક દ્વારા ૧૪ વર્ષીય અનુસુચિત જાતિના વિદ્યાર્થીની શાળાની ૨૫૦ રૂપિયાન ફી સમયસર ન ચૂકવવા બદલ નિર્દયતાથી માર મારી હત્યા નિપજાવી.
દેશ આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો અને આઝાદીના ૭૫ વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શોષિત પછાત વર્ગને પાણી પીવાની પણ આઝાદી મળી નથી.
એ સિવાય પણ વધુ મા આવેદનપત્ર માં જણાવાયુ હતુ કે આ તમામ ઘટનાઓ પર નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય મળે એ હેતુથી ધાક બેસાડતી કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેમજ ભવિષ્યમા આવી ઘટનાઓ ન ઘટિત થાય એના માટે કાયદો ઘડવામાં આવે.
વધુમાં ઘટનાને વખોડતા સામાજિક આગેવાન અશોકભાઇ રાઠોડે ધારદાર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ તમામ ઘટનાઓ તો તાજેતરમા જ પ્રકાશમાં આવી છે પણ દેશમા હાલે એવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કે અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર કરી તેમની હત્યાઓ કરવી એકદમ સામાન્ય બાબત બની ગઈ છે, આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આપણે હજુ પણ જ્ઞાતિવાદી માનસિકતામાંથી મુક્ત થઈ શક્યા નથી, જો ખરેખર સરકારે અનુસૂચિત જાતિના લોકો ઉપરથી થતા અન્યાય અત્યાચારો પર અંકુશ લાવવો હોય તો એટ્રોસીટી એક્ટને વધુ મજબૂત બનાવવી જોઈએ દરેક અત્યાચાર બાદ જાતિવાદી માનસિકતા ધરાવતા સામાજિક તત્વો દ્વારા અત્યાચારીઓની તરફેણમાં પંચાયતો બોલાવી પીડિત પરિવાર સહિત સમગ્ર સમાજને ડરાવવા તેમજ આવી માનવિય ઘટનાને પ્રોસ્તાહન આપવા ખુલ્લા મંચ પરથી ધમકી આપવામાં આવે છે આવી પંચાયતો ઉપર પણ રોક લગાવી પંચાયતો બોલાવનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તો જ આ દેશમાં અનુસૂચિત જાતિના લોકો સુરક્ષિત મહેસૂસ કરશે, નહીં તો ના સુટકે આવા જાતિવાદી તત્વો ને એમની ભાષામાં જ જવાબ આપવામાં આવશે જેનાથી આ દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આવેદનપત્ર આપી મેઘવાળ સમાજવાડી રાપર ખાતે સભા યોજાઈ હતી જેમાં સમાજના આગેવાનોએ આ ઘટનાઓને વખોડતા તેમજ ભવિષ્યમા આવી ઘટનાઓને બનતી રોકવા પોતના વિચારો રજૂ કર્યા હતા રેલીમાં બહોળી સંખ્યામાં એસસી, એસટી , ઓબીસી સહિત મુસ્લિમ સમાજના લોકો તેમજ વિવિધ સંગઠનો ઉપસ્થિત રહી પોતાનું સમર્થન આપ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.