સાયલા ના સુદામડા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે હોમિયોપેથી નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

સાયલા ના સુદામડા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે હોમિયોપેથી નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.


હોમિયોપેથી સારવાર પદ્ધતિ આજે વિશ્વના દરેક ખૂણે પ્રચલિત છે. આજરોજ હોમિયોપેથી સારવાર પદ્ધતિ ના જનક એવા ડૉ
સેમ્યુઅલ હનેમાન નો જન્મ દિવસ છે જે આખા વિશ્વ માં "વિશ્વ હોમિયોપેથી દિવસ " તરીકે ઉજવવામાં આવે છે. હોમિયોપેથી જુના અને હઠીલા રોગોમાં ખુબ જ અકસીર સારવાર સાબિત થયેલ છે. આનો લાભ ગામડા ના લોકોને મળે એવા આશય થી આ કેમ્પ નું આયોજન કરેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર સરકારી હોમિયોપેથીક દવાખાનુ સેજકપર ડો રાજેશ ચૌહાણ દ્વારા સુદામડા CHC ખાતે CHC ના મેડિકલ ઓફિસર ડૉ. અનંત દીક્ષિત તથા સર્વે સ્ટાફ ના સહયોગ થી આજ રોજ હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. બહોળા પ્રમાણમાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધેલ.

રિપોર્ટર, રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.