અરબી સમુદ્રમાં દેખાયો કરંટ
ચોમાસુ પૂર્ણતાના આરે છે અને શિયાળો દસ્તક દઈ રહ્યો છે ત્યારે રહી રહીને અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ રાજ્યભરમાં પડી રહ્યો છે પોરબંદરમાં પણ વાતાવરણ પલટાઈ ચૂક્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. શહેરની ચોપાટી ઉપર અને જીમથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તથા સ્મશાન તરફ જતા રસ્તે ભેખડો સાથે અથડાઈને ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરમાં હાલમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.