જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના જયસુખભાઈ મુછડીયાની છરીના ઘા મારી ક્રુરતાથી હત્યા કરાઈ હતી.
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના જયસુખભાઈ મુછડીયાની છરીના ઘા મારી ક્રુરતાથી હત્યા કરાઈ હતી. મેંદરડા અજાબ રોડ નજીક ચોંકાવનાર ખૂની ખેલની ઘટના બની હતી. ઘટનાના બનાવથી જ તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ખૂનની ઘટનાને લઈ દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે
આ મામલે જૂનાગઢ જિલ્લાની પોલીસ દ્વાર પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે દસ દિવસ જેટલો સમય નીકળી ચૂક્યો છે છતાં પોલીસને આરોપી વિશે કોઈ કડી મળી છે કે કેમ? તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના જયસુખભાઈની ચોકાવનારી આ બનેલી ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવે તેને લઈ જુનાગઢ મેંદરડા સહિતના દલિત સમાજના અગ્રણીઓ દ્વારા ગાંધીનગર ખાતે પહોંચી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મિસ્ટર પ્રદીપ પરમારની તાત્કાલિક મુલાકાત કરી હતી
ખીજડીયા ગામના પીડિત પરિવાર માટે ન્યાયની માંગણી કરવામાં આવી હતી અને તાત્કાલિક આરોપીને પકડવામાં આવે તેવી ધારદાર રજુઆત અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.