વિંછીયા ગામે વાલ્મીકી દલીત સમાજનું અપમાન બદલ ( એસ્ટ્રોસીટી એકટ ) કરવા અપાઈ મુખ્યમંત્રી સુધી અરજી - At This Time

વિંછીયા ગામે વાલ્મીકી દલીત સમાજનું અપમાન બદલ ( એસ્ટ્રોસીટી એકટ ) કરવા અપાઈ મુખ્યમંત્રી સુધી અરજી


વિંછીયા ગામે વાલ્મીકી દલીત સમાજનું અપમાન બદલ ( એસ્ટ્રોસીટી ) કરવા અપાઈ મુખ્યમંત્રી સુધી અરજી

વિંછીયા ગ્રામ પંચાયતના સભ્યશ્રી રેખાબેન ના પતિ દિલીપભાઈ લોકપ્રશ્નો લઈનેરજુઆત વિંછીયા ગામના સરપંચ ચતુરભાઈ દ્વારા અભદ્ર ભાષમાં જાહેર મીટીંગમાં ગાળો આપી અને મારવા માટે ઉભા થયેલા અને જાહેરમાં વાલ્મીકી દલીત સમાજનું અપમાન બદલ ( એસ્ટ્રોસીટી એકટ ) કરવા બાબતે મુખ્ય મંત્રી સુધી અપાઈ છે જેમાં વિંછીયા ગ્રામ પંચાયત વોર્ડ નં -૩ ના સભ્યશ્રી રેખાબેન દિલીપભાઈ પરમાર જે હાલ સભ્ય તરીકે ફરજ બજાવતા હોય એવામાં વોર્ડ નંબર -૩ ના લોકોના વિવિધ પ્રશ્નો લઈને તા . ૭/૮/૨૦૨૨ ના વિંછીયાના સમઢીયાળા રોડ ( સરમાળીયા દાદાના ) મંદિરે જાહેરમાં રેન બસેરાના હોલનું ઉદઘાટન હોય અને હાલના સરપંચ ચતુરભાઈ અને હાલના ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળીયા લોકોના પ્રશ્નો સાંભળવા માટે જાહેરમાં મીટીંગ યોજેલ હોય તે સમય રેખાબેન ના પતિ દિલીપભાઈ ડાયાભાઈ પ્રતિનીધી તરીકે પ્રશ્નો લઈ ત્યાં ગયેલા જેવા તેમના વિસ્તારના પ્રશ્નોની રજુઆત મોખીક માં કરી અને અગાઉ જેમને લેખીતમાં પણ આપેલ પણ રજુઆત સાંભળવાને બદલે સરપંચ ચતુરભાઈએ રેખા બેનના પતિ દિલીપભાઈને જાહેરમાં ગાળોભાંડી અને ઉભા થઈને મારવાનો પ્રયાસ કર્યો ત્યા આશરે ૨૦૦ જેટલા ગામના નાગરીકો હતા અને એક નાના વાલ્મીકી ( દલીત ) સમાજનુ અપમાન અને તેની વાત સાંભળવાને બદલે તેને મારવાનો પ્રયાસ કર્યો જેથી વિંછીયા સરપંચ ચતુરભાઈ પર કયદેસરની કર્યવાહી કરી તેનાપર એન્ટ્રીસીટી લગાડવામાં આવે અને તાત્કાલીક એફ.આઈ.આર.કરવામાં આવે જયાં જયા સુધી અમોને ન્યાય નહી મળે ત્યાં સુધી રેખાબેન જિલ્લા પોલીસ વડા કચેરીમાં ધરણા કરશે જે રેખાબેન અરજી દ્વારા જણાવેલ તેમજ આ અરજી ગુજરાત મુખ્ય મંત્રી સુધી રવાના કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon