દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ના બહાર પડેલ ટેન્ડર ખોલવામાં વિલંબ થઈ રહ્યો છે
ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખશ્રી શીવજીભાઈ બરાડીયા તેમની ટીમ સાથે ભુજના ધારાસભ્ય આદરણીયશ્રી કેશુભાઈ પટેલ સાહેબ અને અંજારના ધારાસભ્યશ્રી આદરણીયશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને રૂબરૂ મળીને દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ના બહાર પડેલ ટેન્ડર ખોલવામાં વિલંબ થઈ રહ્યો છે તેવી રજુઆત કરેલ પરિણામ સ્વરૂપ આદરણીયશ્રી કેશુભાઈ પટેલ સાહેબે વિધાન સભામાં પ્રશ્ન પુછ્યો અને તેનો જવાબ માનનીય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબે જવાબમાં જણાવેલ કે આ ભાગ ભુકંપ ઝોનમાં આવતો હોય તેનો પુરેપુરો અભ્યાસ કરી પછી તે પ્રમાણે ડિઝાઇન બનાવી કામો ચાલુ કરવામાં આવશે... ખરેખર જવાબ આપ્યો તેનો એવો અર્થ થાય છે કે કામ પડતું મુકવામાં નહિ આવે તેમ છતાં આ લોકોનો ભરોસો કરાય તેમ નથી કારણકે મને ગાંધીનગરથી સચોટ માહિતી મળેલ છે તે મુજબ કિસાન સંઘના નેજા હેઠળ જ્યારે આક્રમક અને પ્રભાવશાળી ટ્રેકટર રેલી નીકળી અને જ્યારે સભાના રૂપમાં ભાષણો ચાલુ હતા ત્યારે શ્રી કેશુભાઈ પટેલ સાહેબ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમ બંને આવીને ગાંધીનગર માનનીય મુખ્ય મંત્રીશ્રી સાથે ચર્ચા થયા મુજબ દુધઇ ની અધુરી કામગીરી ખુલી કેનાલ અને નર્મદા નિગમ કરશે તેવી હૈયા ધારણા આપેલ અને ત્યારબાદ કચ્છના નર્મદાના સાહેબોએ તાત્કાલિક ધોરણે જે તે એજન્સી પાસેથી ડિઝાઇન કરાવી અંદાજ પત્રકો તૈયાર કરાવેલ તેની અંદાજિત રકમ રૂ આશરે 1550 કરોડ થતી હતી , આ રકમ વધુ જણાતા પ્રાથમિક તબક્કે મુખ્ય છ લાંબા સાયફન ની કામગીરી પાછળથી કરવી અને બાકી બધાજ પેકેજો મા આવતા નાના મોટા સ્ટ્રકચરો ,માટીકામ તથા લાઈનીંગ કામ અંદાજે 572 કરોડમાં કરવા આથી માથે ચુંટણી આવતી હતી એટલે તાત્કાલિક 572 કરોડના ટેન્ડર બહાર પાડી દીધા અને તે ટેન્ડર ઓકટોબર 2023 મા ખોલવાનું નક્કી કર્યું.. પાછળથી ગાંધીનગર ના સાહેબોને એવું લાગ્યું કે આ રકમ વધારે છે એટલે સૌ પ્રથમ ટેન્ડર મા આવતા લગભગ 117 સ્ટ્રકચરો ની રકમ ઉતરતા ક્રમમાં ગોઠવી અને તેમાંથી જે અમુક રૂપિયા થી વધારે રકમ હતી તેમાં ઘટાડો કરવા સૂચના આપી આથી કચ્છના ઇજનેરો એ ના છૂટકે અમુક ડીઝાઈનમાં ફેરફાર કર્યો જે ખરેખર કરવા યોગ્ય નહોતો કારણકે આ સ્ટ્રકચરો ની ડીઝાઈન નક્કી થયા બાદ તો કચ્છમાં વારંવાર ભુકંપના આંચકા આવે છે અને તેનું કેન્દ્ર બિંદુ લગભગ દુધઇ હોય છે .. વળી સુમાહિત ગાર વર્તુળ માંથી જાણવા મળેલ છે કે ગાંધીનગર ના સાહેબો કચ્છના સાહેબોને એવી સૂચના આપે છે જે જે સ્ટ્રકચરો ના પાયા ની ઊંડાઈ નક્કી કરેલ છે તેની ઊંડાઈ ઘટાડી અને હજુ રકમ ઓછી થાય તેવા પ્રયત્નો કરો એટલે કે અગાઉ જે ભુકંપ ઝોન પ્રમાણે નિષ્ણાત અને ટેકનિક રીતે અનુભવી લોકોએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ અને જુદા જુદા પાયાના ટેસ્ટિંગ કર્યા બાદ જે પરિણામો આવ્યા તે પરિણામો ધ્યાનમાં લઈનેજ તેમજ સલાહકારો ના માર્ગદર્શન મુજબ જ ડિઝાઇન અને ડ્રોઈંગ તૈયાર કર્યા હોવા છતાં હજુ તેમાં ફેરફાર કરીને ખર્ચ ઘટાડવાની વાતો કરે છે તે એકદમ અયોગ્ય છે , બીજું એવું પણ જાણવા મળેલ છે કે આશરે 900 કરોડ થી પણ વધારે ખર્ચ થાય તેમ છે તેવા મોટા અને લાંબા છ સાયફન પૈકી જો કોઈ સાયફન ને બદલે વધારે ઊંચાઈના માટીના પાળા બનાવવામાં આવે તો ખર્ચ ઘટાડી શકાય , અનુભવી અને નિષ્ણાંતો ના મતે ઊંચી ઊંચાઈનો માટીનો પાળો ભૂકંપ ઝોનમાં કરવો હિતાવહ નથી નહીતો ભવિષ્યમાં ભૂકપં આવે તો તુટવાની શક્યતા વધી જાય આમ છ સાયફન ની કામગીરી પણ ઘોંચમાં નાખીને વધુ સમય પસાર કરવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે , ત્રીજી બાબત એવી ધ્યાનમાં આવેલ છે કે કોસ્ટ બેનીફીટ રેશ્યું બંધ બેસતું નથી કારણકે 45 કિમીના 1550 કરોડના ખર્ચ સામે આહિર પટી ના ગામો નો અંદાજે 5000 હેકટર જમીન પિયતમાં આવી શકશે પરંતુ જાણકારોના મતે ખરેખર દુધઇ સબ બ્રાન્ચ કેનાલ નું મુળ આયોજન બની વિસ્તારમાં વધારાના પાણી પહોંચાડવાનું છે જેની નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી પણ જાણે છે , બની જળાશય યોજના મારફતે આશરે ૧૪૨૦૦૦ એકરમાં ઘાસ નું વાવતર કરીને સમગ્ર કચ્છ જિલ્લાના પશુધન માટે ઘર આંગણે ઘાસ ઉગાડી આત્મ નિર્ભર બનાવવાનો ઉમદા હેતુ છે અને આ લાખો કિલો ઘાસ ઉગશે એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય તો જે દક્ષિણ ગુજરાતમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ઘાસ મંગાવવું પડે તે મંગાવવું પડે નહિ.. આમ ઘાસ ઉગાડવાથી સરકારને સબ સીડી ઓછી આપવી પડે અને સરકારને કરોડો રૂપિયા બચે , આમ દરેક પાસાઓ તપાસવામાં આવે તો કોસ્ટ બેનીફીટ રેશ્યુ જોઈએ તેનાથી સારો આવી શકે તેમ છે વળી જ્યારે બનીમા વધુ વરસાદ પડે ત્યારે વધારાના પાણીની ઓછી જરૂર પડે આવા સમયે વધારાનું બચતું પાણી દુધઇ સબ બ્રાન્ચ કેનાલથી એકદમ નજીકમાં આવેલ કાસ મતી ડેમ અને ઋદ્રમાતા ડેમમા પણ દુધઇ સબ બ્રાન્ચ કેનાલ મારફતે ભરી શકાય , રુદ્રમાતા ડેમમા હાલમાં ટપર ડેમ માંથી નીકળતી નોર્ધન લિંક કેનાલ મારફતે નર્મદાના નીર ભરવાનું આયોજન છે અને તે કામગીરી ચાલુ છે , ટપર ડેમ માંથી નીકળતી લિંક કેનાલો મારફતે કચ્છ જિલ્લાના અસંખ્ય નાના મોટા ડેમો ભરવાનું આયોજન છે જ્યારે ડેમ માંથી પાણી લિફ્ટ કરવામાં આવશે ત્યારે ડેમ ઉપર એવું પંપીંગ સ્ટેશન બનાવવાનું કામ ચાલુ છે કે ફૂલ ડેમ સાત દિવસમાં ઉલેચાય જશે એટલે કે ડેમ મા નર્મદા કેનાલ મારફતે પણ વધુ માત્રામાં પાણી ઠાલવવામાં આવશે આવા સમયે જો રુદ્ર માતા જેવા મોટા ડેમો ભરવા સમાંતર રીતે દુધઇ સબ બ્રાન્ચ કેનાલ મારફતે પણ ભરવામાં આવે તો રુદ્રમાતા ડેમ ઝડપથી ભરાય જાય , વળી રુદ્ર માતા ડેમ ને ટપર ડેમ ની માફક ભુજ વિસ્તારમાં પીવાના પાણી માટે પણ ઉપયોગમાં લેવામાં આવે તો ઘણું સરળ પડી જાય રુદ્ર માતા ડેમ કચ્છ જિલ્લા માટે ઘણોજ બહુહેતુક રીતે ઉપયોગમાં લઇ શકાય તેમ છે , આ વિસ્તારના મોટું વન પણ છે અને રુદ્ર માતા નું ભવ્ય મંદિર પણ આવેલ છે આથી ભવિષ્યમાં રુદ્ર માતા ડેમ નું મહત્વ ઘણું વધી જશે ત્યારે આ ડેમ સતત ભર્યો રહે તે જરૂરી બનશે માટે બંને લિંક કેનાલો મારફતે રુદ્ર માતા ડેમ ભરવાનું આયોજન અત્યારથી જ કરી દેવું જોઈએ ..આમ ખરેખર ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ કચ્છ જિલ્લાને હરિયાળું બનાવવા માંગતા હોય તો દુધઇ સબ બ્રાન્ચ કેનાલ નું ટેન્ડર હવે પછી નક્કી કરેલ તારીખ 17 મી એપ્રીલ 2023 ના રોજ ખોલી નાખવું જોઈએ અને બાકીની જે કાંઈ કામગીરી ની કડીઓ તૂટતી હોય તે તબક્કાવાર પુરી કરવા આયોજન કરવું જોઈએ..કચ્છ જિલ્લામાં ભુગર્ભ જળ નું લેવલ દિનપ્રતિદિન ઘટતું જાય છે પાણીની ગુણવતા પણ ઘટતી જાય છે ત્યારે કચ્છ જિલ્લા માટે ગ્રાઉન્ડ લેવલનો અહેવાલ સરકારે મંગાવી નર્મદાના રેગ્યુલર અને વધારાના પાણી ખેતરે ખેતર પહોંચાડવા યુદ્ધને ધોરણે કામો આદરવા જોઈએ અને પુરા પણ ઝડપથી થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ...તેવું પાણી વિષયના અનુભવી અને નિષ્ણાંતોનો એક મત છે હવે ખાલી લોલીપોપ આપીને કચ્છ જિલ્લાની ભોળી અને સમજુ અને સરકાર પ્રત્યે આશાવાદ હોય સરકારે કોઈ નિષ્ણાંત વ્યક્તિઓ તેમજ અનુભવીઓ ના વડપણ હેઠળ ટીમો બનાવી પાણીના વિવિધ ઉપયોગીતા બાબતે ગંભીરતાથી આયોજન કરવું જોઈએ તેવું નર્મદા વિભાગના નિવૃત ઈજનેર છગનભાઇ પરડવા એ જણાવ્યો હતો.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.