કાજલબેન ગમારાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઇ
ચુનારાવાડ શેરી નં.1માં રહેતા કાજલબેન નીતિનભાઇ ગમારા (ઉ.વ.33) ગત તા. 18ના ઘરે હતા ત્યારે તેના પતિ નીતિન, દિયર પિન્ટુ અને જેઠાણી ઉષાબેને ઝઘડો કરી ઢીકાપાટુનો બેફામ માર મારતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ કાજલબેનની પુત્રીએ અગાસીએથી પાણી ઢોળતા તે મામલે પુત્રીને તેણીએ ઠપકો આપતા તેના પતિ સહિતના સાસરીયાઓએ તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.