હિરેન સોની મૂળ રહેવાસી વડોદરા જિલ્લાના ડભોઇ દ્વારા આફ્રિકા ખાતે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડી ની સ્થાપના કરવામાં આવી
( નિમેષ સોની,ડભોઇ)
ભારતીય સમુદાય ના લોકો દ્વારા આફ્રિકા ના બરુન્ડી માં ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુન્ડી ની સ્થાપના કરવામાં આવી છે.જે ભારતીય એસોસિએશન વાઇસ ચેરમેન મૂળ વડોદરા જિલ્લા ના ડભોઇ ના રહેવાસી હાલ આફ્રિકા બરુન્ડી ખાતે રહેતા હિરેનભાઈ સોની કાર્યરત છે.અને એસોસિએશન ના અધ્યક્ષ તરીકે અકબરભાઈ ખોજા કાર્યરત છે.પરદેશ માં રહી પોતાના દેશ ના લોકો માટે દરેક પરિસ્થિતિ માં ઉભા રહી તેઓની પડતી મુશ્કેલી નું નિરાકરણ લાવવા તેમજ બહાર ન દેશ માં ભારતીય સમુદાય એકજુટ રહી એકતા બનાવી રાખે તેવા ઉમદા હેતુ ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુન્ડી ની સ્થાપના કરવામાં આવી છે.જે ભારતીય એસોસિએશન ની બરુન્ડી સ્થિત ઓફીસ નું ઉદ્ઘાટન પ્રસંગે બરુન્ડી માં ભારત ના રાજદૂત એચ.ઈ. ઉપેન્દ્રસિંહ રાવત ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.એસોસિએશન ના વાઇસ ચેરમેન હિરેન સોની તથા અઘ્યક્ષ અકબર ખોજા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે જ ભારત ના રાજદૂત ઉપેન્દ્રસિંહ રાવત ભારતીય સમુદાય ને ઉષ્માભેર મળી તેઓના ખબર અંતર પૂછ્યા હતા.ડભોઇ ના વતની હિરેનભાઈ સોની વિદેશ માં રહી ત્યાં ભારતીય સમુદાય ને એકજુટ રાખી એસોસિએશન ચલાવી રહ્યા છે અને ભારતીય દુતાવાસ ના એચ.ઇ. ઉપેન્દ્રસિંહ રાવત તેઓની ઓફીસ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે ડભોઈ નગરજનો માટે ગર્વ ની બાબત છે.હિરેનભાઈ સોની સાથે આ બાબતે ટેલિફોનિક વાત થતા તેઓ એ જણાવ્યું હતું કે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડી ત્યાં રહેતા ભારતીય સમુદાય ના હિત માટે હંમેશા અગ્રેસર અને કાર્યરત રહેશે અને આગમી દિવસો માં એસોસિએશન થકી ઘણા સામાજિક કાર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.