GCCI દ્વારા “ગોચરભૂમી સંરક્ષણ અને વિકાસ” પર તા.૧૫-૦૯-૨૦૨૪, રવિવાર ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી રાષ્ટ્રીય વેબીનારનું આયોજન
GCCI દ્વારા “ગોચરભૂમી સંરક્ષણ અને વિકાસ” પર તા.૧૫-૦૯-૨૦૨૪, રવિવાર ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી રાષ્ટ્રીય વેબીનારનું આયોજન
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા રાષ્ટ્રીય સ્તરે “ગોચર સંરક્ષણ અને વિકાસ” પર તા.૧૫-૦૯-૨૦૨૪, રવિવાર ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
વેબીનાર ત્રણ સત્રમાં રાખવામાં આવેલ છે. જેમાં પ્રથમ સત્ર ૧૧:૦૦ થી ૧૧:૪૫ વાગ્યા સુધી નું રહેશે. GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, અને GCCI ના રાષ્ટ્રીય સલાહકાર અને રાજસ્થાનના પૂર્વ મંત્રી શ્રી દેવીસિંહ ભાટી ગૌચર ભૂમિ ની રક્ષા અને વિકાસ પર તેમના વિચારો રજૂ કરશે.
ત્રીજું સત્ર ૧૨:૩૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી નું રહેશે. જેમાં, “ગોચર સંરક્ષણ અને વિકાસ” ક્ષેત્રે ઉદભવતી સમસ્યાઓના ઉકેલ અને શંકાના નિવારણ કરવામાં આવશે.સેમીનાર દ્વારા ગૌચર ભૂમિના સંરક્ષણ અને વિકાસ માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય પોલીસીતૈયાર કરવી. ગૌચર ભૂમિ અંગે કાર્યરત વિવિધ મહાનુભાવોને સંગઠીત કરવા અને અન્ય સંસ્થાઓને આ દિશામાં પ્રોત્સાહિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા થશે.આ વેબીનારમાં ખેડૂતો, ગૌ પાલકો, સંશોધકો અને વિદ્વાનો, સરકારી અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ, પર્યાવરણવાદીઓ અને સંરક્ષણવાદીઓ, ગૌ સંરક્ષણ સંસ્થાઓ અને ગૌ સેવકો, કૃષિ અને પશુ ચિકિત્સા વિદ્યાર્થીઓ, ગૌ સેવા ઉત્સાહીઓ અને સાધકો, કૃષિ વ્યવસાય સાહસિકો અને સ્ટાર્ટ-અપ્સ, તેમજ સમગ્ર જનતાને આ વેબીનાર માં જોડાવા માટે GCCI ના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયા એ અપીલ કરી છે.આ વેબિનાર દ્વારા, GCCI એક વ્યાપક ચર્ચા માટે એક મંચ પ્રદાન કરી રહ્યું છે જ્યાં નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ગૌચર સંરક્ષણમાં કામ કરતા લોકો આ દિશામાં નક્કર પગલાં લેવા માટે એકસાથે આવી શકે. આ વેબિનાર માત્ર વિચારોના આદાનપ્રદાનની તક પૂરી પાડશે એટલું જ નહીં, પરંતુ ગોચર સંસ્કૃતિના પુનઃસ્થાપન અને તેના પ્રચાર માટે જરૂરી વ્યૂહરચનાઓની નક્કર કામગીરી કરવાનું પ્લૅટફૉર્મ બની રહેશે.
ગૌચર જમીનનું મહત્વ પુનઃસ્થાપિત કરીએ અને ભવિષ્યની પેઢીઓ માટે તેને સાચવીએ.સમગ્ર વેબિનારનું સંચાલન રાજસ્થાન ગૌ સેવા પરિષદના સંસ્થાપક અને GCCI રાજસ્થાન કન્વીનર બિકાનેર સ્થિત શ્રી હેમ શર્મા દ્વારા કરવામાં આવશે. આ વેબીનારમાં જોડાવા માટે ગુગલ મીટ લિંક https://meet.google.com/ghh-ddby-ozj થી જોડાઈ શકાશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક પેઇજhttps://meet.google.com/ghh-ddby-ozj પર લાઈવ નિહાળી શકાશે.વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ નો સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.