રાજકોટમાં સતત બીજા દિવસે 38 ડિગ્રી તાપમાન; હજુ ત્રણ દિવસ આટલી જ ગરમી રહેશે
શનિવારે સાૈરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં સતત બીજા દિવસે 38 ડિગ્રી તાપમાન યથાવત્ રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ ત્રણ દિવસ સુધી રાજકોટમાં આટલું જ તાપમાન રહેશે. ત્યાર બાદ એક-બે ડિગ્રીનો ઘટાડો આવશે. માર્ચ માસની શરૂઆતમાં તાપમાન ફરી ઊંચકાશે. ઓખા અને દ્વારકાને બાદ કરતા સૌરાષ્ટ્રભરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. જેમાં અમરેલીમાં 37.2, ભાવનગરમાં 35.9, પોરબંદરમાં 35 ,વેરાવળમાં 32, દીવમાં 34.6, મહુવામાં 36.2 અને કેશોદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.