સરકાર વિવિધ ધર્મો વચ્ચે સંઘર્ષ ઊભો કરવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપ ધો.6,7 અને 8 ના પુસ્તકમાં માત્ર ભગવદ ગીતા જ નહીં તમામ ધર્મની વાતો સમાવવા માગણી.
સરકાર વિવિધ ધર્મો વચ્ચે સંઘર્ષ ઊભો કરવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપ ધો.6,7 અને 8 ના પુસ્તકમાં માત્ર ભગવદ ગીતા જ નહીં તમામ ધર્મની વાતો સમાવવા માગણી
સ્વયમ સૈનિક દળ દ્વારા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું
ધોરણ 6, 7 અને 8 ના પુસ્તકમાં ભગવદ ગીતાના પાઠનો સમાવેશ કરાયો છે. આ સંદર્ભે સ્વયમ્ સૈનિક દળ દ્વારા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સ્વયમ્ સૈનિક દળ દ્વારા આ પુસ્તકો પરત ખેંચી લેવા માટે
માગણી કરવામાં આવી હતી.
સ્વયમ્ સૈનિક દળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તમામ ધર્મોના સારા સિદ્ધાંતો અને મૂલ્યો ને સમાવી પુસ્તક બહાર પાડવું જોઈએ, સરકાર દ્વારા વિવિધ ધર્મો વચ્ચે સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસ કરી રહી છે.
જો તમામ ધર્મોના સિદ્ધાંતો અને મૂલ્યો ને સમાવતું
પુસ્તક બહાર નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર
આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે આપી.
રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.